ભારતની એક મહત્વની નાણાં સંસ્થા તરીકે ઓળખાતા નેશનલ સ્ટોક એક્સચેન્જનું (એનએસઈ) મુખ્યાલય બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સમાં જી બ્લોક ખાતે છે. એનએસઈ મુખ્યાલયનું વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે એનએસઈના વિસ્તરણનો માર્ગ ખુલ્લો થયો છે. એનએસઈએ મુખ્યાલયના વિસ્તરણ માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ પાસે જગ્યાની માગણી કરી હતી. એ અનુસાર એનએસઈએ જી બ્લોકમાં 5500 સ્કવેર મીટર જગ્યાની માગણી કરી હતી. એ અનુસાર એનએસઈને જી બ્લોકમાં 5500 સ્કવેર મીટરનો ભૂખંડ 757.90 કરોડ રૂપિયામાં આપવામાં નિર્ણય એમએમઆરડીએએ લીધો છે.
એમએમઆરડીએની તાજેતરમાં પાર પડેલી બેઠકમાં આ સંબંધી પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.એનએસઈને 1993માં જી બ્લોકના સી1 નંબરનો 16038.30 સ્કવેર મીટરનો ભૂખંડ મુખ્યાલય ઊભું કરવા માટે એમએમઆરડીએ તરફથી આપવામાં આવ્યો હતો. એ અનુસાર આ ભૂખંડ પર 31044.05 સ્કવેર મીટરની એફએસઆઈ વાપરીને ભવ્ય મુખ્યાલય બાંધવામાં આવ્યું. એક્સચેન્જ પ્લાઝા નામથી આ મુખ્યાલય ઓળખાય છે. દરમિયાન હવે કામનો વ્યાપ વધતા એનએસઈના મુખ્યાલયનું વિસ્તરણ કરવાની જરૂર વર્તાઈ છે. એ અનુસાર 11 ઓક્ટોબર 2024માં એનએસઈએ લગભગ 4 થી 5 લાખ સ્કવેર ફૂટના બાંધકામ એરિયાના અતિરિક્ત ભૂખંડની માગણી એમએમઆરડીએને કરી હતી.

બીકેસીના ભૂખંડ પર એફએસઆઈ 4 કરતા વધુ બાંધકામ એરિયા વિકસિત કરવા જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ અનુસાર રાજ્ય સરકારે એક અધિસૂચના અનુસાર એનએસઈ એમએમઆરડીએને જરૂરી પ્રીમિયમ ભરશે તો તેને અતિરિક્ત બાંધકામ એરિયા મળશે એમ સ્પષ્ટ કર્યું હતું. એ અનુસાર બીકેસીમાં સી82 ભૂખંડ એનએસઈને આપવાનો પ્રસ્તાવ મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. દરમિયાન મંજૂરી માટે આ પ્રસ્તાવ હોવાથી એનએસઈને 7 માર્ચ 2025ના અધિકૃત ઓફર લેટર આપવામાં આવ્યો. હવે મંજૂરી મળતા ટૂંક સમયમાં એક્સચેન્જ પ્લાઝાના વિસ્તરણની શરૂઆત કરવામાં આવશે.
22 હજાર સ્કવેર મીટરનું બાંધકામ
માગણી અનુસાર જી બ્લોકમાં ભૂખંડ નંબર સી82 5500 સ્કવેર મીટરનો છે જે એનએસઈને આપવામાં આવ્યો. આ ભૂખંડ પર 4 એફએસઆઈ અનુસાર 22 હજાર સ્કવેર મીટર બાંધકામ કરી શકાશે. નાગરી ઉડ્ડયન પ્રાધિકરણના ના હરકત પ્રમાણપત્ર અનુસાર 69.52 મીટર ઉંચાઈ સુધી બાંધકામ કરી શકાશે. આ ભૂખંડ 80 વર્ષના સમય માટે ભાડેથી આપવામાં આવ્યો છે અને વ્યવસાયિક વવપરાશ માટે જ આ ભૂખંડ વાપરી શકાશે. આ ભૂખંડના વેચાણથી એમએમઆરડીએને હવે 757.90 કરોડ રૂપિયા મહેસૂલ મળશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
