
કચરો લઈ જતા લીલા રંગના વાહનના બદલે હવે બીજા રંગવાળા નવા વાહન થોડા મહિનામાં રસ્તાઓ પર દેખાશે. મુંબઈ મહાપાલિકાએ કચરાના વાહન સંદર્ભે નવો કોન્ટ્રેક્ટર આપવાનો નિર્ણય લીધો છે. નવા વાહનમાં પાછળની બાજુ ઢંકાયેલી હશે અને એમાં કચરામાંથી નીકળતું પાણી ભેગુ કરવાની જુદી વ્યવસ્થા હોવાથી રસ્તા પર પાણી રેડાશે નહીં. આ નવા વાહનોની સેવા ટૂંક સમયમાં મુંબઈ મહાપાલિકા લેશે. દરમિયાન આ યંત્રણા એટલે ઘનકચરા વિભાગે ખાનગીકરણ કરવાનો દાવો કરીને કામદાર સંગઠનોએ આ નવા કોન્ટ્રેક્ટરનો વિરોધ શરૂ કર્યો છે.
ઘેરઘેર જઈને ભેગો કરેલા કચરો લઈ જતા લીલા રંગના વાહન ટૂંક સમયમાં મુંબઈના રસ્તાઓ પરથી ગાયબ થશે. એના બદલે સફેદ અને પીળા રંગના આકર્ષક રંગવાળા વાહન આવશે. કચરો લઈ જતા સમયે વાહનમાંથી રેડાતું ગંદુ પાણી, કચરાગાડી બાજુમાંથી પસાર થાય ત્યારે આવતી દુર્ગંધ જેવું દશ્ય બદલવાનો મુંબઈ મહાપાલિકાનો વિચાર છે. એના માટે મુંબઈ મહાપાલિકાએ કચરો લઈ જતા વાહન સહિત એની સાથેની તમામ પ્રકારની સેવાઓ લેવાનું નક્કી કર્યું છે. એમાં કચરો ભેગો કરવો, કચરો લઈ જવો, વાહન અને કચરાપેટીની સ્વચ્છતા જેવી બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુંબઈ શહેર અને ઉપનગરોમાં ઘનકચરા વ્યવસ્થાપનની સેવા વધુ દરજ્જાવાળી કરવા માટે મુંબઈ મહાપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન વિભાગમાં કામનું ફેરનિયોજન કરવાનું નક્કી કર્યુઁ છે. એના અંતર્ગત કચરો ભેગો કરવો અને લઈ જવા માટે એક જ યંત્રણા શરૂ કરવામાં આવશે. કચરો ભેગો કરવા વિશેષ પ્રકારના, વધુ વહન ક્ષમતાવાળા અને વધુ દરજ્જાવાળા તેમ જ આકર્ષક રંગવાળા વાહનનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈમાં દરરોજ લગભગ 7200 થી 7300 મેટ્રીક ટન કચરો ભેગો થાય છે. આ કચરો ભેગો કરીને આગળની પ્રક્રિયા માટે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવે છે. એના માટે દરરોજ લગભગ 1 હજાર 334 વાહન વાપરવામાં આવે છે. એમાંથી કેટલાક વાહન મહાપાલિકાની માલિકીના અને કેટલાક કોન્ટ્રેક્ટર મારફત નિમવામાં આવ્યા છે.
કુલ વાહનોમાંથી લગભગ 10 થી 15 ટકા વાહન ઈલેકટ્રીક હશે. કચરો ઉંચકવો, કચરાપેટીનું ધ્યાન રાખવું, કચરો લઈ જવો વગેરે કામ માટે એક જ યંત્રણા કાર્યરત રહેશે. ભીનો કચરો લઈ જતા વાહનમાંથી નીકળતું ગંદુ પાણી ભેગુ કરવા વાહનમાં જ સાચવવાની વ્યવસ્થા હશે. પરિણામે રસ્તા પર ગંદુ પાણી રેડાશે નહીં તેમ જ દુર્ગંધ પણ ફેલાશે નહીં. આ ગંદા પાણીને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકવામાં આવશે. આ સેવાના લીધે કચરાગાડી પર કચરો ભેગો કરીને નાખતા મોટર લોડર માટે હવે કામ નહીં રહે. તેથી એને રસ્તા પરથી કચરો સાફ કરવાનું કામ આપવામાં આવશે. એનો પણ કામદાર સંગઠને વિરોધ કર્યો છે. કચરો ભેગો કરવો અને લઈ જવો એ અત્યંત મહત્વનું કામ જો કોન્ટ્રેક્ટર પાસેથી કરાવવામાં આવશે તો મહાપાલિકાએ બધી રીતે કોન્ટ્રેક્ટર પર આધાર રાખવો પડશે એવી ભૂમિકા બેસ્ટ કામદાર સેનાએ લીધી છે. ધ મ્યુનિસિપલ યુનિયને પણ આ કોન્ટ્રેક્ટનો વિરોધ કર્યો છે. આવી સેવા લેવા પહેલાં પ્રશાસને કામદારોને વિશ્વાસમાં લેવા જોઈતા હતા એમ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
