મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણી માટે વોર્ડની ભૌગોલિક સીમા બાબતની રૂપરેખા તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. એના પર 4 સપ્ટેમ્બર સુધી વાંધા અને સૂચના નોંધાવી શકાશે. જો કે વાંધા અને સૂચના નોંધાવવાનો સમય ગણેશોત્સવમાં હોવાથી ઈચ્છુક ઉમેદવારો સમક્ષ મોટી અડચણ ઊભી થઈ છે. ગણેશોત્સવમાં જનસંપર્ક વધારવાનો કે વોર્ડની સીમા બાબતનો અભ્યાસ કરવો એવો પ્રશ્ન ઊભો થયો છે. તેમ જ હજી રાજકીય પક્ષોએ ઉમેદવારોને ગ્રીન સિગ્નલ આપ્યું ન હોવાથી વાંધા અને સૂચના કેવી રીતે નોંધવા એવો પ્રશ્ન પણ આ ઉમેદવારોને છે. રાજ્યમાં રખડી પડેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી ટૂંક સમયમાં અપેક્ષિત છે.
મુંબઈ મહાપાલિકાએ આગામી ચૂંટણી માટે વોર્ડની ભૌગોલિક સીમા બાબતની રૂપરેખા શુક્રવાર 22 ઓગસ્ટના રાત્રે જાહેર કરી. આ રૂપરેખા પર મુંબઈ મહાપાલિકાએ નાગરિકો પાસેથી વાંધા અને સૂચના મગાવ્યા છે. એના માટે 4 સપ્ટેમ્બર અંતિમ મુદત આપવામાં આવી છે. મુંબઈ મહાપાલિકાની મુદત માર્ચ 2022માં પૂરી થઈ ત્યારથી પ્રશાસકીય રાજવટ ચાલુ છે.

છેલ્લા ત્રણ વર્ષ આ ચૂંટણીની ઘોષણા પર ધ્યાન રાખતા ઈચ્છુક ઉમેદવારો વોર્ડની પુનર્રચનાની સૂચનાને લીધે દ્વિધામાં છે. વોર્ડ પુનર્રચનાની રૂપરેખા જાહેર થવાથી એક રીતે ચૂંટણીનું બ્યુગલ વાગ્યા જેવું થયું છે. જો કે ગણેશોત્સવના ટાંકણે વાંધા અને સૂચના માટે ફક્ત થોડા દિવસની મુદત આપી હોવાથી ઈચ્છુક ઉમેદવારોમાં નારાજગી છે.
મુંબઈમાં વોર્ડની સંખ્યા 227 યથાવત રાખી હોવાથી 2017ની ચૂંટણી સમયે જેવી વોર્ડ રચના હતી એમાં ઝાઝો ફેરફાર થયો નથી. આપેલી સીમારેખા જગ્યા પર જઈને તપાસવી ઉમેદવારોના કામનો ભાગ છે. વોર્ડની સીમારેખા અમે તપાસીયે છીએ. એના માટે વોર્ડ કાર્યાલયની મદદ લઈએ છીએ, પોલીસની મદદ લઈએ છીએ. કાર્યકર્તાઓની મદદથી દરેક ખૂણો જગ્યા પર જાતે જઈને જોઈએ છીએ.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
