બિહારમાં આજે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો દિવસ છે. પ્રથમ તબક્કામાં 18 જિલ્લાની 121 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ સહિત અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. મૈથિલી ઠાકુર, સમ્રાટ ચૌધરી અને ઓસામા શહાબ પણ ફોકસમાં છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે 18 જિલ્લાની 121 બેઠકો પર મતદાન થઈ રહ્યં છે. આ રાજકીય જંગમાં જે કેટલીક ખાસ સીટો પર નજર છે તેમાં તેજસ્વી યાદવની રાધોપુર સીટ, તેજ પ્રતાપ યાદવની મહુઆ અને તારાપુર સીટ જ્યાંથી સીએમ સમ્રાટ ચૌધરી પણ ચૂંટણી લડી રહ્યા છે.

ફોકસમાં જે અન્ય સીટો છે તેમાં અલીનગર જ્યાંથી સિંગર મૈથીલી ઠાકુર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. ડેપ્યુટી સીએમ વિજયકુમાર સિન્હાની લખીસરાય, જેડીયુના ઉમેદવાર બાહુબલી અનંત સિંહની મોકામા સીટ, જેમની વિરોધી દુલાર ચંદ યાદવની હત્યાના મામલે ધરપકડ કરાઈ છે. તથા આરજેડી ઉમેદવાર દિવંગત મોહમ્મદ શાહબુદ્દીનના પુત્ર ઓામા શહાબની રઘુનાથપુર સીટ છે. આ ઉપરાંત 122 સીટો પર બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થશે. ચૂંટણી પરિણામ 14 નવેમ્બરે આવશે.
ચૂંટણી પંચે મતદાનને લઈને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. બૂથો પર નિગરાણી માટે કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. પંચ લાઈવ વેબકાસ્ટિંગ દ્વારા તમામ બૂથોની નિગરાણી કરશે. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ પહેલા તબક્કાના મતદાનમાં 3 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.98 કરોડ પુરુષો, 1.76 કરોડ મહિલાઓ અને થર્ડ જેન્ડર સામેલ છે. આ તબક્કાનું મતદાન અનેક દિગ્ગજોના ભાવિનો ફેંસલો કરશે.

હાઈ પ્રોફાઈલ સીટો
પ્રથમ તબક્કાના મતદાનમાં 18 જિલ્લાની કેટલીક એવી સીટો છે જેના પર તમામની નજર છે. કેટલીક સીટો પર નજર ફેરવીએ….
1. રાધોપુર
રાધોપુર સીટથી આરજેડી નેતા તેજસ્વી યાદવ મેદાનમાં છે. ભાજપના સતીષકુમાર યાદવ તેમને કાંટાની ટક્કર આપી રહ્યા છે. આ સીટ પર જૂની વોટબેંક અને જાતીય સમીકરણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
2. મોકામા સીટ
આ સીટ સૌથી વધુ ચર્ચામાં છે. દુલારચંદ યાદવની હત્યાએ આ સીટને ચર્ચિત સીટ બનાવી છે. આ સીટ પર પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ અને આરજેડીના વીણા દેવી આમને સામને છે.
3. તારાપુર સીટ
આ એ સીટ છે જ્યાંથી ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને આરજેડીના અરુણકુમાર આમને સામને છે. આ સીટ હંમેશા રાજકીય રીતે મહત્વની ગણાય છે.
4. મહુઆની સીટ
આ સીટ પરથી તેજ પ્રતાપ યાદવ, આરજેડીના મુકેશકુમાર રોશન અને લોજપાના સંજયસિંહ વચ્ચે મુકાબલો છે. તેજ પ્રતાપ યાદવ પોતાની રાજકીય જમીન મજબૂત કરવામાં લાગ્યા છે.
5. અલીનગર સીટ
આ સીટ પરથી ભાજપે લોકપ્રિય સિંગર મૈથિલી ઠાકુરને મેદાનમાં ઉતારી છે. તેનો સામનો આરજેડીના વિનોદ મિશ્રા સામે છે. આ સીટ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે અહીં યુવા અને નવા ચહેરા રાજકારણમાં ડગ માડી રહ્યા છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
