ફિલ્મ, નાટક, મનોરંજનના કાર્યક્રમોના શો આ વર્ષથી મોંઘા થવાની શક્યતા છે. મુંબઈ મહાપાલિકાએ મનોરંજન કરમાં વધારો કરવાની ઘોષણા આગામી આર્થિક વર્ષના બજેટમાં કરી છે. રાજ્ય સરકારે 2017થી મનોરંજન કરમાં સવલત આપી હતી જેની મુદત સપ્ટેમ્બર 2026માં પૂરી થાય છે. તેથી હવે મનોરંજન કરમાં વધારો કરવાનો વિચાર મહાપાલિકાનો છે. મુંબઈ મહાપાલિકાની આવક વધે એ માટે મહેસૂલ વધારવાની વિવિધ ઉપાયયોજનાની ઘોષણા મહાપાલિકા પ્રશાસને બજેટમાં કરી છે. એમાં મનોરંજન કરની વસૂલી કરવાની ઘોષણા પણ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર તરફથી લેવામાં આવતો મનોરંજન કર વસૂલ કરવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને સોંપવામાં આવી છે. જો કે મહેસૂલ અને વન વિભાગે મહારાષ્ટ્ર મનોરંજન કર અધિનિયમની એક જોગવાઈ અનુસાર સપ્ટેમ્બર 2017થી સપ્ટેમ્બર 2026 સુધી મનોરંજન કરમાં સવલત આપી છે. આમ છેલ્લા દસ વર્ષથી આ કરમાં વધારો થયો નથી.

સપ્ટેમ્બર 2026 પછી મનોરંજન કરમાં વધારો કરીને નવા દર લાગુ કરવાનો મુંબઈ મહાપાલિકાનો વિચાર છે. રાજ્ય સરકારે આપેલી સવલતની મુદત પૂરી થયા બાદ મુંબઈ મહાપાલિકા તરફથી મનોરંજન કર વસૂલ કરવા બાબતે અધિસૂચના જારી કરવા બાબતનો પ્રસ્તાવ રાજ્ય સરકારના નગરવિકાસ વિભાગ પાસે મહાપાલિકા પ્રશાસને મોકલ્યો છે.
મહાપાલિકાને મહેસૂલમાં નુકસાન ફિલ્મ, નાટક, આનંદબજારના પ્રયોગ અને શો પર મનોરંજન કર વસૂલ કરવાનો અધિકાર રાજ્ય સરકારે મુંબઈ મહાપાલિકાને આપ્યો છે. મરાઠી, ગુજરાતી નાટકો, વિવિધ ભાષાની ફિલ્મો, એકપાત્રી પ્રયોગ, વગેરેને કરમાં સવલત હોય છે. 2014-15ના દર અનુસાર જ આ કર વસૂલ કરવામાં આવે છે. તેથી દરેક શો દીઠ 50 થી 60 રૂપિયા લેવામાં આવે છે. આ કરમાં દર વર્ષે 10 ટકા વધારો કરવો એવો પ્રસ્તાવ મહાસભામાં 2015માં મંજૂર થયો હતો. જો કે એને રાજ્ય સરકારે મંજૂરી આપી ન હોવાથી જૂના દર જ વસૂલ કરવામાં આવે છે. એમાં વળી વિશેષ સવલત આપી હોવાથી મહાપાલિકાને મહેસૂલ નુકસાન થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
