ભારતમાં પૂરબહારમાં ખીલેલા ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટ્રીમિંગ ઉદ્યોગે ૨૦૨૪માં દેશના અર્થતંત્રમાં ૬૧.૨ બિલિયન ડોલરનો ફાળો આપ્યો હતો.મુંબઈમાં પૂરી થયેલી વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમીટ (વેવ્ઝ)માં મોશન પિક્ચર એસોસિયેશનના બહાર પાડવામાં આવેલા નવા રિપોર્ટમાં ભારતના સ્ક્રીન સેક્ટરે ભરેલી હરણફાળની ઝાંખી કરાવવામાં આવી છે. અહેવાલમાં જણાવાયા મુજબ ફિલ્મ ટેલિવિઝન અને સ્ટ્રીમિંગ સેક્ટરે દેશભરમા ૨૬.૪ લાખ રોજગારી પૂરી પાડીને અર્થતંત્રમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
આ ડેટા તૈયાર કરનારા અભ્યાસુઓના મતે ભારતમાં મનોરંજન ઉદ્યોગ દર વર્ષે છથી સાત ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટથી વિકસી રહ્યો છે. આગામી ચાર વર્ષમાં તેની કમ્બાઈન્ડ ગ્રોસ રેવન્યુ ૧૭.૫ અબજ ડોલરે પહોંચવાની ધારમા છે. જોકે, આશાવાદ એવો છે કે સરકાર દ્વારા સાનુકૂળ માહોલ પૂરો પાડવામાં આવે તો મનોરંજન ઉદ્યોગ ૯થી ૧૦ ટકાના દરે વધી શકે છે અને તે આગામી ચાર વર્ષમાં ૨૦ અબજ ડોલરની રેવન્યૂ જનરેટ કરી શકે છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી), પ્રોડયુર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયા અને અન્ય એજન્સીઓ દ્વારા સમર્થિત આ રિપોર્ટ અનુસાર આ ક્ષેત્રનું પ્રત્યક્ષ કુલ ઉત્પાદન (ડાયરેક્ટ ગ્રોસ આઉટપુટ) ૨૦૨૪માં ૧૬.૮ બિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું.એમપીએ ચેરમેન અને સીઇઓ ચાર્લ્સ રિવકિને આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત એમપીએના સભ્યો માટે વૈશ્વિક બજાર બની ગયું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
