
શહેર સહિત બંને ઉપનગરોમાં વિવિધ રસ્તાઓના કોંક્રિટીકરણના કામ ઝડપથી ચાલુ છે. લગભગ 1 હજાર 333 કિલોમીટર રસ્તાઓનું કોંક્રિટીકરણ પૂરું થયું છે અને બાકીના રસ્તાઓનું કામ બે તબક્કામાં ચાલુ છે. આ વર્ષે ચોમાસા પહેલાં એટલે કે 31 મે 2025 સુધી નક્કી કરેલા ઉદ્દેશ પ્રમાણે રસ્તાઓના કોંક્રિટીકરણનું કામ ઝડપથી પૂરું થવું જ જોઈએ. યુટિલિટી લાઈન્સ માટે સંબંધિત યંત્રણા સાથે સમન્વય રાખવો, કોંક્રિટીકરણનું કામ વધુમાં વધુ ઝડપથી પૂરા થાય એ દષ્ટિઅ નિયોજન કરવું એવી ચીમકી મુંબઈ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ અધિકારીઓને આપી હતી.
કોંક્રિટીકરણના કામનો દરજ્જો, ગુણવત્તા બાબતે જરાય બાંધછોડ ચલાવી લેવાશે નહીં એમ પણ તેમણે જણાવ્યું હતું. મહાપાલિકાના હદમાં તમામ રસ્તાઓનું કોંક્રિટીકરણ કરવાનો ઉદ્દેશથી પહેલા તબક્કામાં કુલ 324 કિલોમીટર (698 રસ્તા) અને બીજા તબક્કામાં 377 કિમી (1420 રસ્તા) મળીને કુલ 701 કિમી રસ્તાના કોંક્રિટીકરણ માટે વર્કઓર્ડર જારી કરવામાં આવ્યો છે. એમાં શહેર વિભાગ, પશ્ચિમ અને પૂર્વ ઉપનગરોના રસ્તાઓનો સમાવેશ છે. તબક્કામાં 1ના 75 ટકા અને તબક્કા 2માં 50 ટકા કામ 31 મે 2025 પહેલાં પૂરો કરવાનું નિયોજન કરવામાં આવ્યું છે. એ ધ્યાનમાં લેતા સિમેન્ટ-કોંક્રિટીકરણના કામનો કયાસ ગગરાણીએ લીધો અને આ સંદર્ભે જરૂરી કાર્યવાહી સફળતાપૂર્વક પૂરી કરવાની સૂચના એન્જિનિયરોને આપી હતી.

મહાપાલિકાએ બધા ડામરના, પેવરબ્લોકના રસ્તાઓનું કોંક્રિટીકરણનું કામ હાથમાં લીધું હોવાથી મોટા ભાગના ઠેકાણે ખોદકામ કરવામાં આવ્યું છે. રસ્તા વિકાસ કરતા ખોદકામના કારણે નાગરિકોની હેરાનગતિ ન થાય, કારણ વિના ખોદકામ કરીને કામ વિલંબિત રહેવું ન જોઈએ એની તકેદારી પણ એન્જિનિયરોએ રાખવી એમ ગગરાણીએ જણાવ્યું હતું. રસ્તા વિભાગના સબએન્જિનિયર, આસિસ્ટંટ એન્જિનિયરે દરરોજ કામના ઠેકાણે જવું જ જોઈએ.
નિયોજનબદ્ધ ટાઈમટેબલ તૈયાર કરવું
સિમેન્ટ-કોંક્રિટીકરણ રસ્તા બનાવવા રસ્તા ખોદવાથી લઈને કામ પૂરા થતા વાહનવ્યવહાર શરૂ થાય ત્યાં સુધી લગભગ 30 થી 45 દિવસનો સમય અને યુટિલિટી લાઈન્સના કામનો સમયગાળો જોતા 75 દિવસનો સમય લાગે છે. સબએન્જિનિયર, આસિસ્ટંટ એન્જિનિયરે તેમના કાર્યક્ષેત્રમાં પહેલા અને દ્વિતિય તબક્કાના કોંક્રિટીકરણના કામનું નિયોજનબદ્ધ ટાઈમટેબલ તૈયાર કરવું. રસ્તા વિકાસ અગ્રતાક્રમ નિશ્ચિત કરવો. અધુરી અવસ્થાના રસ્તા પૂરા કરીને જ નવા કામ શરૂ કરવા, કોન્ટ્રેક્ટરે એક સમયે વધુ ઠેકાણે કામ શરૂ કરીને એ ઝડપથી પૂરા કરવા. કોંક્રિટીકરણના કામમાં મહાપાલિકાનું ઝીરો ટોલરન્સ ધોરણ છે એમ અતિરિક્ત આયુક્ત અભિજિત બાંગરે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
