‘મેં આતંકવાદી કસાબ કા ભાઈ બોલ રહા હૂઁ ઔર મેં મુંબઈ પુલિસ મુખ્યાલય કો ઉડા દૂંગા…’ આવો ધમકીભર્યો કોલ ૧લી એપ્રિલના મુંબઈ પોલીસના મેઈન કંટ્રોલ રૂમમાં આવતા હડકંપ મચી ગયો હતો. પોલીસે તાત્કાલિક મોબાઈલ નંબરના આધારે ધમકી આપનારની શોધખોળમાં લાગી ગઈ હતી અને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

આરોપીની ઓળખ મુલુન્ડના રહેવાસી પીયૂષ શુક્લા તરીકે થઈ હતી. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે પારિવારિક સમસ્યાને કારણે તેણે દારૂ પીધો હતો અને નશાની હાલતમાં તેણે મુંબઈ પોલીસના હેલ્પલાઈન નંબર ૧૦૦ પર કોલ કર્યો હતો અને કોલ ટેલર તરીકે ફરજ બજાવી રહેલા પીએસઆઈ અક્ષય આઢાવે તેને શું મદદ જોઈએ છે તે પૂછતા જ શુક્લાએ તેના પર અશ્લીલ ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. મુંબઈ પોલીસ મુખ્યાલયને ઉડાવી દેશે અને તે આતંકવાદી કસાબનો ભાઈ હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે મુલુન્ડ પોલીસ આરોપી પીયૂષ શુક્લાની વધુ પૂછપરછ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
