ધી ફેબ્રિક સપ્લાયર્સ એસોસીએશન (એફએસએ)ના ઉપક્રમે ૩૬મો ટેક્સટ્રેડ નામનો કાપડનો બીટુબી ફેર તા ૧૨ થી ૧૪ મે ૨૦૨૫ દરમિયાન મુંબઈ એરપોર્ટ નજદિકની તાજ હોટલમાં યોજાશે. એફએસએના ‘‘ફેબ્રીક એન્ડ અસેસરીઝ ફેર’’નું ઉદ્ઘાટન કિરણ હરીઆના શુભ હસ્તે થશે. તેઓ બ્લાઝો ક્લોધીંગ મેન્યુફેક્ચરીંગના મોવડી છે.
આ ફેર માટે હોટલના ત્રણ ફલોર બુક કરવામાં આવ્યા છે અને ૧૫૦ સ્ટોલ હશે. અત્રે ગારમેન્ટ માટેના કાપડની વીન્ટર રેન્જ પ્રદર્શીત થશે. અત્રે જેન્ટસવેર, લેડીઝવેર, ચીલ્ડ્રનવેર, નીટવેર, પાર્ટીવેર, એથ્નીકવેરના કાપડ ઉપરાંત શરટીંગ્સ – શુટીંગ્સ, ડેનીમ અને અસેસરીઝની વિસ્તૃત રેન્જ પ્રદર્શીત થશે. લગ્નસરાને લગતા કાપડની વિસ્તૃત રેન્જ અત્રે જોવા મળશે.

એઓસીએશનના પ્રમુખ પ્રકાશ સંઘવીએ જણાવ્યું હતું કે એફએસએ દર વર્ષે કાપડના બે ફેર યોજે છે. આ બીટુબી ફેર હોવાથી આમાં પ્રવેશ માત્ર ગારમેન્ટ ઉત્પાદનો અને ટ્રેડ મુલાકાતીઓને જ અપાશે. પ્રવેશ નિ:શુલ્ક હશે પણ રજીસ્ટ્રેશન જરૂરી હશે. આ ફેરમાં ૫૦૦૦થી વધુ ટ્રેડ મુલાકાતીઓ પધારશે તેવી ધારણા છે. ધી ફેબ્રીક સપ્લાયર્સ એઓસીએશનની સ્થાપના ૨૨ વર્ષ પૂર્વે થઈ હતી. એફએસએનાસભ્યોની સંખ્યા ૧૫૦ છે. તેઓ કાપડના અગ્રણી જથ્થાબંધ વેપારીઓ અને સપ્લાયરો છે. તેઓ ફેશનના જન્મદાતા અને ક્રીએટીવ સપ્લાયરો ગણાય છે. એફએસએનું આર્બીટ્રેશન મજબૂત ગણાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
