થાણે જિલ્લામાં મોટર અકસ્માત દાવા ટ્રિબ્યૂનલ (એમએસીટી) એ ઓટોરિક્ષા અકસ્માતમાં ઘાયલ થયેલી ૨૬ વર્ષીય મહિલાને ૮.૮ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. એમએસીટી સભ્ય એસ.એન. શાહે વાહન માલિક અને વીમા કંપનીને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે એક મહિનાની અંદર રકમ ચૂકવવા માટે જવાબદાર ઠેરવ્યા છે.
કેસની વિગત મુજબ, ૯ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ દાવેદાર મોનિકા અજય રોકડે થાણે શહેરમાં ચાલી રહેલા મેટ્રો રેલનું બાંધકામ ચાલી રહેલા રસ્તા પર ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહી હતી, ત્યારે વધારે પડતી ઝડપથી ચાલી રહેલી રિક્ષા
પાત્રથી તેનું ઉપલું અંગ કપાઈ ગયું હતું. ગંભીર ઇજાઓ સાથે ડ્રાઇવર તેને હૉસ્પિટલમાં લઈ ગયો હતો. એફઆઈઆર મુજબ, ડ્રાઇવર પર આઇપીસી કલમ ૩૩૮ (બીજાઓના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકતા કૃત્ય દ્વારા ગંભીર ઇજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. રોકડેના દવા મુજબ ઇજાઓના કારણે જોકે અકસ્માતમાં તેને ૨૩.૭૦ ટકા સુધીની અપંગતા આવી હતી. જોકે, બાદમાં કોર્ટે તેને ૧૫ ટકા માન્ય કરી હતી. તેણે ભવિષ્યમાં આવકનું નુકસાન, તબીબી ખર્ચ અને પીડા અને વેદના સહિત વિવિધ મથાળા હેઠળ વળતરની માગ કરી હતી.

વીમા કંપનીની દલીલ હતી કે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વિના અને ઓવરલોડ સાથે રિક્ષા ચલાવાઈ રહી
હતી. જોકે, વીમા કંપનીએ એ પણ સ્વીકાર્યું હતું કે વાહનનો સંબંધિત સમયગાળા દરમિયાન વીમો લેવામ આવ્યો હતો. ટ્રિબ્યૂનલે વીમા કંપનીન વિરોધાભાસી વિધાનો સામે કડક વલણ અપનાવ્યું હતું. વધુમાં, વીમા કંપન ઓવરલોડિંગ અથવા માન્ય લાઇસન્સ ન હોવાના તેના દાવાઓને સમર્થના આપતા કોઈ પુરાવા પૂરા પાડવામાં નિષ્ફળ ગઈ.કોર્ટ એવા નિષ્કર્ષ પર આવી હતી કે વાહનનો અકસ્માત ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો હતો, જેનો તે સમયે વીમો લેવામાં આવ્યો હતો. ટ્રિબ્યૂનલે અંતિમ આદેશ આપ્યો હતો કે વિરોધીઓ, ઓટોના માલિક અને વીમા કંપની, સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે, એવોર્ડની તારીખથ એક મહિનાની અંદર ૮.૮૪ લાખ રૂપિયા જમા કરાવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
