થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરતા ૨૮ બિલ્ડરોને TMCના પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ બિલ્ડરો પાસેથી કુલ ૫.૨૩ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. થાણેમાં ચાલી રહેલા વિવિધ બાંધકામ-પ્રોજેક્ટ્સમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. બાંધકામ દરમ્યાન ધૂળ-નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવામાં ન આવતાં આસપાસના વિસ્તારોમાં હવામાં ધૂળનું પ્રમાણ વધી રહ્યું હતું. ખાસ કરીને રોડ પર પાણી છાંટવું, બાંધકામની વસ્તુઓ ઢાંકી રાખવી તેમ જ બાંધકામના સ્થળે હરિયાળી જાળવવાની માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું નહોતું એટલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

TMCના બાંધકામ વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘અચાનક તપાસ દરમ્યાન આ ખામીઓ નોંધાઈ હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા બિલ્ડરોને પહેલાં સૂચના આપવામાં આવી હતી. આમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં અંતે નોટિસ અને દંડની કાર્યવાહી કરવામાં આવી છે. વાયુપ્રદૂષણની સીધી અસર લોકોના આરોગ્ય પર પડે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસ-સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોને વધારે તકલીફો સહન કરવી પડે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
