ચેંબુરથી સંત ગાડગે મહારાજ ચોક મોનોરેલ રૂટ પરની સેવા શનિવાર 19 સપ્ટેમ્બરથી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી છે. મોનોરેલ પ્રકલ્પ અત્યાધુનિક કરવા મોનોરેલ સેવા બંધ કરવામાં આવી છે. હવે સેવા બંધ કર્યા પછી તરત મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે નવી આઠ મોનોરેલ ટ્રેનના પરીક્ષણની શરૂઆત કરી છે.
બીજી તરફ જૂના પાંચ ટ્રેનને પણ અત્યાધુનિક બનાવવાની શરૂઆત કરી છે. તેથી આગામી સમયમાં અત્યાધુનિક મોનોરેલ પ્રકલ્પ દ્વારા સુરક્ષિત સેવા પૂરી પાડવામાં આવશે એવો દાવો એમએમઆરડીએ તરફથી કરવામાં આવ્યો છે. ખોટમાં ચાલતો મોનોરેલ રૂટ, ટ્રેનની ઓછી સંખ્યા, ટ્રેનની ખરાબ હાલત અને સતત થતા અકસ્માત, દુર્ઘટનાના કારણે મોનોરેલ પ્રકલ્પ વિવાદમાં છે. બીજી તરફ પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. તેથી આખરે મોનોરેલની સેવા થોડા સમય માટે બંધ કરીને સુધારા રૂપરેખાની અમલબજાવણી કરીને નવી અત્યાધુનિક મોનોરેલ સિસ્ટમ અને અત્યાધુનિક ટ્રેન સેવામાં દાખલ કરવામાં આવી છે. એ અનુસારથી હાલ મોનોરેલ સેવા અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી છે.

મોનોરેલ સુધારા રૂપરેખાની અમલબજાવણી માટે પૂરતો સમય મળે એ માટે સેવા પૂર્ણપણે બંધ રાખવી જરૂરી હતી. એ અનુસાર સેવા બંધ કરીને તરત નવી આઠ મોનોરેલ ટ્રેનનૈ પરીક્ષણની શરૂઆત કરવામાં આવ્યાની માહિતી એમએમઆરડીએ તરફથી આપવામાં આવી છે. મોનોરેલ સુધારા રૂપરેખામાં નવી દેશી બનાવટની અત્યાધુનિક, નવી સિસ્ટમ પર આધારિત 10 મોનોરેલ ટ્રેન સેવામાં દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. એ અનુસાર 590 કરોડ રૂપિયા ખર્ચ કરીને નવી 10 ટ્રેન ખરીદી કરવામાં આવી છે. એમાંથી આઠ ટ્રેન વડાલા કારશેડમાં દાખલ થઈ છે.
આગામી સમયમાં સારી સુવિધા આઠ નવી ટ્રેન કાફલામાં હોવા છતાં એ સેવામાં શા માટે શરૂ કરવામાં આવતી નથી એવો પ્રશ્ન હતો. ત્યારે આ ટ્રેન માટે નવી જરૂરી સિસ્ટમ મોનોરેલ પ્રકલ્પમાં ન હોવાથી નવી ટ્રેન હોવા છતાં સેવામાં દાખલ કરવામાં આવતી નહોતી. પણ હવે આઠ નવી ટ્રેનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ ટ્રેન માટેની નવી સિસ્ટમના કામની પણ શરૂઆત કરવામાં આવી છે. એ સાથે જ પાંચ જૂની ટ્રેન અત્યાધુનિક કરવાની શરૂઆત થઈ છે. જૂની ટ્રેનમાં નવી સિસ્ટમ વિકસિત કરવામાં આવશે. તેથી આ ટ્રેન પણ આગામી સમયમાં સારી સુવિધા પૂરી પાડશે એવો દાવો એમએમઆરડીએએ કર્યો છે. હવે અત્યાધુનિક મોનોરેલ સેવા ક્યારે શરૂ થશે એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
