મુલુંડમાં બસની ગિરદીનો લાભ લઈને તસ્કરોએ બે અલગ અલગ ગૃહિણીઓના લગભગ ૩૦ ગ્રામ અને ૩૫ ગ્રામના મંગળસૂત્રો ચોરી લીધા હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
દહીંસરમાં રહેતા અને મુલુન્ડ (વે)માં વૈશાલીનગર વિસ્તારમાં એક ફાયનાન્સ કંપનીમાં કામ કરતા વિકાસ ભાલેરાવ (૪૬) ૧ મેના તેમના ગામ જઈને મુંબઈ પરત ફર્યા હતા. ત્યારે પાછા આવવા સમયે તેમણે તેમની પત્નીનું ૩૦ ગ્રામ વજનનું મંગળસૂત્ર એક નાના પાઉચમાં મૂકીને તેમની બેગમાં મૂક્યું હતું જે બીજા દિવસે પણ તેમની બેગમાં રહી ગયું હતું. ૨ મેના વૈશાલીનગર બસ સ્ટોપ પરથી ૪૦૨ નંબરની બસ પકડીને મુલુન્ડ સ્ટેશન પર ઉતર્યા ત્યારે તેમના બેગની ચેઈન ખુલ્લી જણાઈ અને બેગ તપાસતા તેમાંથી મંગળસૂત્રવાળું પાઉચ અને અમુક છૂટ્ટા પૈસા ચોરી થઈ ગયા હોવાનું જણાયું તેથી તેમણે તાત્કાલિક મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં જઈને અજાણ્યા ચોરટા વિરૂદ્ધ રૂા. ૨.૭૦ લાખનું સોનાનું મંગળસૂત્ર ચોર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય એક ઘટનામાં ભાંડુપમાં ભાઈના ઘરે ફંક્શનમાં ગયેલી ગૃહિણી કિશોરી સાવંત ૨૭ એપ્રિલના ઘરે પાછા આવવા નીકળ્યા હતા ત્યારે તેમણે પહેરેલું ૩૫ ગ્રામનું મંગળસૂત્ર એક પાઉચમાં રાખીને તેમના પર્સમાં મૂક્યું હતું. ત્યાંથી તેઓ ડીમાર્ટમાં ખરીદી કરીને નિર્મલ લાઈફ સ્ટાઈલ સ્થિત બસ સ્ટોપથી વૈશાલીનગર બસ સ્ટોપ પર ઉતર્યા હતા. ત્યારબાદ ફૂલ ખરીદવા ગયા અને પૈસા આપવા માટે પર્સ ખોલ્યું તો બસની ભીડનો લાભ લઈને ચોરટાએ રૂા.૨,૮૦,૦૦૦ની કિંમતનું મંગળસૂત્ર તથા રૂા.૫૦૦ની કિંમતનો મોબાઈલ ચોરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું તેથી સાવંતે અજાણ્યા ચોરટા વિરૂદ્ધ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
