રાજ્યમાં વૈશ્વિક વસુંધરા દિન 22 એપ્રિલથી 1 મે મહારાષ્ટ્ર દિનના સપ્તાહમાં પર્યાવરણ બચાવો વસુંધરા સજાવો નામના પર્યાવરણ સંવર્ધન અને જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાજ્યસ્તરીય પર્યાવરણ સંવર્ધન જનજાગૃતિ અભિયાનની શરૂઆત મુંબઈના પવઈ જળાશય ખાતે સ્વચ્છતા અને સંવર્ધન અભિયાનથી કરવામાં આવશે. પવઈ જળાશય મુંબઈમાં એકમાત્ર મોટું જળાશય છે. અનેક મુંબઈગરા અને પર્યટકો ત્યાં ખાસ મુલાકાતે આવે છે. આ જળાશય હવે પ્રદૂષિત થઈ ગયું છે. જળાશયમાં જળપર્ણી, ગાર અને ગંદા પાણીના કારણે પાણીની ગુણવત્તા ખરાબ થઈ છે. આ બાબત ધ્યાનમાં લઈને પર્યાવરણ સંવર્ધન અને જનજાગૃતિ અભિયાનની શરૂઆત 22 એપ્રિલના સવારના સાડા છ વાગ્યે પવઈ જળાશયથી કરવામાં આવશે.

પર્યાવરણ અને વાતાવરણ ફેરફાર વિભાગ મંત્રી પંકજા મુંડેની સંકલ્પનાથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાનમાં પર્યાવરણ માટે કામ કરતી વનશક્તિ, નિસર્ગ, પ્રોજેક્ટ રાઈસ, પર્યાવરણ દક્ષતા મંચ, ન્યાસ, હેલ્પિંગ હેન્ડ્સ અને બુરાની ટ્રસ્ટ સંસ્થાઓ સહભાગી થશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ સિદ્ધેશ કદમ, સંસદસભ્ય સંજય દિના પાટીલ, વિધાનસભ્ય દિલીપ લાંડે, પર્યાવરણ અને વાતાવરણ ફેરફાર વિભાગના સચિવ જયશ્રી ભોજ, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ ડો. અવિનાશ ઢાકણે અને વિવિધ પર્યાવરણપ્રેમી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિ અને સ્વયંસેવક ઉપસ્થિત રહેશે.
વિવિધ પક્ષી, મગરનો અધિવાસ
પવઈ જળાશય વિવિધ પક્ષીઓની પ્રજાતિ માટે નિવાસસ્થાન છે. અહીં સ્થાનિક અને સ્થળાંતરિત પક્ષીઓનો નિવાસ છે. એમાં ઓરિયેન્ટલ ડાર્ટર અને બ્લેક હેડેડ આઈબિસ જેવી કેટલાક દુર્લભ અને સંકટગ્રસ્ત પ્રજાતિનો પણ સમાવેશ છે. ઉપરાંત આ જળાશયમાં મગરોનો પણ અધિવાસ છે. અનેક વખત મગર જળાશયના કેટલાક ભાગમાં જોવા મળે છે. આઈઆઈટી મુંબઈ પરિસર અને આસપાસના પરિસરમાં અનેક વખત મગર ફરતા જોવા મળ્યા છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે પાણીનું સ્તર વધે છે ત્યારે મગર પાણીની બહાર નીકળે છે. મહાપાલિકાએ 2002માં પ્રથમ વખત મગરની ગણતરી કરી ત્યારે 18 મગર હોવાની નોંધ થઈ હતી. એમપીસીબીએ પવઈ જળાશયમાં જળપર્ણીના નાશ માટે વાપરવામાં આવતા રાસાયણિક પદાર્થો પર બંધી મૂકી છે કારણ કે આ રસાયણ મગર અને અન્ય જીવો માટે હાનીકારક બની શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
