કોલાબા ખાતે બધવાર પાર્ક પરિસરમાં પ્રથમ એસી અભ્યાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ મહાપાલિકા અને સામાજિક જવાબદારી ભંડોળમાંથી આ અભ્યાસ કેન્દ્ર અદ્યતન કરવામાં આવ્યું છે. તેથી ધોમધખતા તાપમાં આ પરિસરના ગરીબ ઘરના હોંશિયાર વિદ્યાર્થીઓ શાંતીથી અભ્યાસ કરી શકશે.
કોલાબા ખાતેના કેપ્ટન પ્રકાશ પેઠે માર્ગ પરના જૂના અભ્યાસ કેન્દ્રને અદ્યતન કરવામાં આવ્યું છે. ત્યાં એસી અભ્યાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સોમવારે આ અભ્યાસ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું. બધવાર પાર્ક ખાતેના મુખ્ય સિગ્નલ નજીક આવેલા આ કેન્દ્રમાં એક સાથે લગભગ 30 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. આ અભ્યાસ કેન્દ્રમાં વિદ્યાર્થીઓને બેસવા માટે બેન્ચ અને પીવાના પાણીની સુવિધા છે. આ અભ્યાસ કેન્દ્ર સવારના 11 થી સાંજે 6.30 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

કોલાબાના ભાજપના ભૂતપૂર્વ નગરસેવક મકરંદ નાર્વેકર અને તેમના ભાઈ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના પ્રયત્નથી સીએસઆર ભંડોળમાંથી આ અભ્યાસ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. મુંબઈ મહાપાલિકાના અભ્યાસ કેન્દ્રને અદ્યતન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનો ફાયદો શિવશક્તિનગર, મહાત્મા જ્યોતિબા ફૂલે, ગરીબ જનતા નગર, સ્ટીલ ગોડાઉન વગેરે નજીકની ઝૂપડપટ્ટીના સેંકડો વિદ્યાર્થીઓને થશે એવી અપેક્ષા મકરંદ નાર્વેકરે વ્યક્ત કરી છે.
બધવાર પાર્ક ખાતેના અભ્યાસ કેન્દ્રના પગલે ભવિષ્યમાં આવા વધુ કેન્દ્ર બાંધવામાં આવશે. કોલાબાના આ જૂના અભ્યાસ કેન્દ્રને નૂતનીકરણની જરૂર હતી. સીએસઆર અંતર્ગત ભંડોળ મળવાથી આ શક્ય થયું. આ કેન્દ્રને વિદ્યાર્થીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળશે એવી અપેક્ષા છે. આ અભ્યાસ કેન્દ્રમાં ભણતા વિદ્યાર્થીઓ ગરીબ ઘરના છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
