કોલાબા-બાન્દરા-સીપ્ઝ મેટ્રો-3 રૂટના બીકેસીથી આચાર્ય અત્રે ચોક મેટ્રો સ્ટેશન દરમિયાનનો 2એ તબક્કો ક્યારે શરૂ થશે એની પ્રતિક્ષા મુંબઈગરાને છે. આ પ્રતિક્ષા હવે ટૂંક સમયમાં પૂરી થશે કારણ કે તબક્કા 2એના નિરીક્ષણ માટે આખરે મેટ્રો કમિશનર, મેટ્રો રેલવે સુરક્ષા (સીએમઆરએસ)ની ટીમ મુંબઈ આવી પહોંચી છે. હવે આ ટીમ તરફથી બીકેસીથી આચાર્ય અત્રે ચોક મેટ્રો સ્ટેશન દરમિયાનના રૂટનું નિરીક્ષણ કરીને આ રૂટ માટે સુરક્ષા પ્રમાણપત્ર જારી કરવામાં આવશે. સુરક્ષા પ્રમાણપત્ર મળતા તબક્કા 2એના સંચલનનો માર્ગ ખુલ્લો થશે. તેથી હવે થોડા દિવસમાં જ મુંબઈગરા આચાર્ય અત્રે ચોક, વરલી સુધી સીધા અંડરગ્રાઉન્ડ મેટ્રો પ્રવાસ કરી શકશે.
એમએમઆરસીએ તરફથી મેટ્રો-3ના તબક્કા 1 (આરેથી બીકેસી) અને 2એના (બીકેસીથી આચાર્ય અત્રે ચોક) સહિયારા ટ્રાયલ રનની શરૂઆત શનિવારથી શરૂ કરવામાં આવી છે. આ ટ્રાયલ રન માટે મેટ્રો-3ના તબક્કા 1ની ટ્રેનના ટાઈમટેબલમાં રવિવાર અને સોમવાર માટે ફેરફાર કરવામાં આવ્યો છે. પાંચ દિવસ પહેલાં મુંબઈ આવેલી મેટ્રો કમિશનર, મેટ્રો રેલવે સુરક્ષાની ટીમ તરફથી તબક્કા 2એનું નિરીક્ષણ ચાલુ છે. આરેથી બીકેસી મેટ્રો સેવા ચાલુ છે અને બીકેસીથી આચાર્ય અત્રે ચોક સુધી ટૂંક સમયમાં મેટ્રો શરૂ થશે. એના માટે તબક્કા 1 અને 2એની સહિયારી ટેસ્ટ કરવી જરૂરી છે જેની શરૂઆત કરવામાં આવી છે.

સીએમઆરએસની ટીમ તબક્કા 2એનું નિરીક્ષણ પૂરું કર્યા પછી સુરક્ષા પ્રમાણપત્ર જારી કરશે. આ પ્રમાણપત્ર મળતા જ એમએમઆરસી તરફથી બીકેસીથી આચાર્ય અત્રે ચોક મેટ્રો સ્ટેશનના તબક્કાનું લોકાર્પણ કરીને પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. આ તબક્કો શરૂ થતા આરે, મરોલ નાકા, સાંતાક્રુઝ, બીકેસીથી સીધા વરલી, આચાર્ય અત્રે ચોક પહોંચવું સહેલું થઈ જશે.
� તબક્કો 2એ મીઠી નદી નીચેથી : મેટ્રો-3ના બીકેસીથી આચાર્ય અત્રે ચોકના તબક્કા 2એ અંતર્ગત મેટ્રો ટ્રેન મીઠી નદી નીચેથી દોડશે. મીઠી નદી નીચે લગભગ 22 મીટર ઊંડાઈએ અંડરગ્રાઉન્ડ કામ કરીને રૂટને ધારાવી સુધી બાંધવાનું કામ કરવામાં આવ્યું છે. એમએમઆરસીએ આ રૂટના ધારાવી અને શિતલાદેવી એમ બે મેટ્રો સ્ટેશનના ફોટો તાજેતરમાં જાહેર કર્યા છે. પાસેથી અને ઉપરથી વહેતી મીઠી નદી, ભૂસંપાદનની મુશ્કેલી, વાહનવ્યવહાર વાળવો, ગીચ વસતિવાળો ભાગ જેવી તમામ પડકારજનક સ્થિતિમાં ધારાવી સ્ટેશન બાંધવાનું આવ્યું એમ એમએમઆરસીએ જણાવ્યું છે. જૂની ઈમારતોના ગૂંચવણભર્યા પાયા, મોટી અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન જેવી સ્થિતિમાં એન્જિનિયરીંગ અને ક્ષમતાનું મિશ્રણ એટલે શિતલાદેવી મેટ્રો સ્ટેશન છે એમ પણ જણાવ્યું છે.

� આ વર્ષમાં સંપૂર્ણ રૂટ શરૂ કરવાનું નિયોજન : મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી 33.5 કિલોમીટર લાંબા અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટનું કામ છેલ્લા થોડા વર્ષથી ચાલુ છે. અત્યાર સુધી આ સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટ પ્રવાસ માટે શરૂ થવો અપેક્ષિત હતો. જો કે વિવિધ કારણોસર આ રૂટમાં વિલંબ થયો છે. દરમિયાન 7 ઓક્ટોબર 2024ના આ રૂટમાં આરેથી બીકેસીનો પહેલો તબક્કો પ્રવાસ માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ તબક્કાને હજી પ્રવાસીઓનો જોઈએ એવો પ્રતિસાદ મળતો નથી. જો કે સંપૂર્ણ રૂટ ચાલુ થયા બાદ પ્રતિસાદ વધશે એવો વિશ્વાસ એમએમઆરસીને છે. તેથી જ આ રૂટમાં બીકેસીથી કફ પરેડ સુધીના કામને એમએમઆરસીએ ઝડપી કર્યું છે. આ વર્ષમાં જ સંપૂર્ણ રૂટ પ્રવાસીઓની અવરજવર માટે શરૂ કરવાનું એમએમઆરસીનું નિયોજન છે.

સુરક્ષા પ્રમાણપત્ર મળતાં જ આરેથી સીધા વરલી સુધી પ્રવાસ કરી શકાશે, સુરક્ષાની ટીમ તરફથી તબક્કા 2એનું નિરીક્ષણ ચાલુ છે
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
