ગણેશોત્સવના દિવસોમાં તાવના રોગોનો ફેલાવો થઈ રહ્યો છે. ચોમાસાની ગંદકી, દૂષિત ખાદ્યપદાર્થો, મચ્છરો, હવામાનમાં ફેરફારના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. એના લીધે મુંબઈમાં ડેંગ્યૂ, ગેસ્ટ્રો, વાયરલ ફિવરના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓમાં તાવ, શરીરમાં કળતર અને શ્વાસની તકલીફવાળા દર્દીઓ દાખલ થયા છે. એક અઠવાડિયામાં સેંકડો નાગરિકો સારવાર માટે દવાખાનામાં પહોંચ્યા છે. બાળકો અને વરિષ્ઠ નાગરિકોમાં આ બીમારીનો ફેલાવો વધારે દેખાય છે. તેથી મહાપાલિકાના આરોગ્ય વિભાગે બધી હોસ્પિટલોને સતર્કતાની સૂચના આપી છે. તેમ જ નાગરિકોને ધ્યાન રાખવાની હાકલ કરી છે.

તાવના રોગ ઝડપથી ફેલાય છે. એના માટે સ્વચ્છતા રાખવી, સાફ પાણી પીવું અને તરત ડોકટરની સલાહ લેવી જરૂરી છે. નાગરિકોએ નાના લક્ષણો પર દુર્લભ કરવું નહીં. ગણેશોત્સવ આનંદથી ઉજવો પણ તબિયત માટે બેદરકાર ન રહો એવી હાકલ આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવી છે.
ગણેશોત્સવમાં ભાવિકો મોટા પ્રમાણમાં ગણેશ મંડપ અને સરઘસમાં ભાગ લેવા આકર્ષિત થાય છે. એના લીધે ગિરદી વધે છે અને બીમારી ફેલાવાનું જોખમ વધે છે. ગિરદીના ઠેકાણે માસ્ક પહેરો, વારંવાર હાથ ધોવા, બહારના ખાદ્યપદાર્થો અને પાણી લેવાનું ટાળવું. ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું. સ્વચ્છતા રાખવી. ફક્ત ઉકાળેલું પાણી પીવું. પૌષ્ટિક આહાર લેવો. બીમાર દર્દીથી સુરક્ષિત અંતર રાખવું જેવી સંભાળ નાગરિકોએ રાખવી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
