કચ્છ યુવક સંઘ, બોરીવલી- દહિસર શાખા દ્વારા મહિલાઓ માટે બે દિવસના કાર્યક્રમના વિશેશ કાર્યક્રમન આયોજન કરાયું હતું. જૈનમ બેંકવે હોલ બોરીવલી વેસ્ટમાં સોમવાર અને મંગળવારે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. સોમવારે “હેલ્ધી થર્ટીઝ એન્ડ બ્લૂમિંગ ફોર્ટીઝ”ની થીમ પર નિષ્ણાત ડોકટરોની પેનલ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ડો. મિરલ પટેલ (સ્ત્રીરોગ નિષ્ણાત), ડો. ફોરમ સાવલા (ડાયેટિશિયન), ડો. દિશા છેડા (ફિઝિયોથેરપિસ્ટ), ડો. શીતલ ગોગરી (મનોચિકિત્સક), ડો. શ્રુતિ ફૂરિયા દેઢીઆ (યોગ નિષ્ણાત) આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.

ત્રીસ વર્ષ અને તેની ઉપરની મહિલાઓમાં શારીરિક અને માનસિક સંભાળ અને સુખાકારી પર માર્ગદર્શન આપ્યું હતું. ત્રીસી પછી મહિલાઓમાં શારીરિક ફેરફાર થાય છે, તો એનો સામનો કેવી રીતે કરવો, સ્વસ્થ જીવનશૈલી કેવી રીતે જીવવી એની સરળ ભાષામાં સમજ આપવામા આવી હતી. અંતે પ્રશ્નોતરીમાં મહિલાઓને તેમના પ્રશ્નોના ઉત્તર સંબંધિત ડોકટર દ્વારા આપવામા આવ્યા હતા.
મંગળવારે મ્યુઝિકલ અંતાક્ષરી રાખવામાં આવી હતી. આ અંતાક્ષરીની થીમ શાખાની મહિલા કાર્યકરોએ બનાવી હતી. આ અંતાક્ષરીમાં 6 અલગ અલગ થીમ જેવા કે કોયડો, પ્રોપ રાઉન્ડ, અંગ્રેજી મસ્તી, ચિત્રલેખન, ઓડિયો અને વિડિયો રાઉન્ડ જેવી ગેમ્સ નાવીન્યપૂર્ણ રીતે રમાડવામાં આવી હતી. કુલ ૧૦ ટીમ બનાવવામાં આવી હતી, જેમાંથી ૩ ટીમ વિજેતા થઈ હતી. આ સમગ્ર કાર્યક્રમના સ્પોન્સર ડો. જ્યોતિ ટીપીન કારાણી (સાભરાઈ) અને મનીષા અજય વીરા (સાડાઉ) હતાં. કાર્યક્રમ ના અંતે આવા સરસ સમાજલક્ષી કાર્યક્રમ માટે બંને સ્પોન્સરોએ શાખાની મહિલા કાર્યકરો ને બિરદાવી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
