મહારાષ્ટ્રના પરિવહન વિભાગે હવેથી તમામ કમર્શિયલ વાહનો પર લખેલા સામાજિક સંદેશાઓ ફરજિયાત મરાઠી ભાષામાં લખવાના રહેશે એવો આદેશ -બહાર પાડ્યો છે. સરકારે કહ્યું હતું કે આ નિયમનું પાલન આવતા ગુડી પડવા (૩૦ માર્ચ, ૨૦૨૫)થી કરવું પડશે. આ સંદેશાઓ શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય “જાગૃતિ જેવા વિષયો પર આધારિત હશે. આમાં, વાહનો પર ‘દીકરીઓ બચાવો, દીકરીઓને “ભણાવો’ અને ‘સ્વચ્છતા તરફ એક પગલું’ જેવા સંદેશા જોવા મળશે.

સરકારનું કહેવું છે કે આનાથી સામાજિક જાગૃતિ વધશે. મરાઠી ભાષા પ્રત્યે લોકોની જાગૃતિ પણ વધશે. આદેશ જારી કરતાં, પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે, મરાઠી મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા છે. મહારાષ્ટ્રના નાગરિકો મુખ્યત્વે મરાઠી ભાષી છે. વડા પ્રધાન મોદીના પ્રયાસોને કારણે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો છે. સ્વાભાવિક રીતે, મરાઠી ભાષાનું જતન કરવું એ સરકારની નૈતિક જવાબદારી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
