મુંબઈ સહિત મહારાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. મુંબઈ, થાણેમાં સાંજ પછી વંટોળ સાથે વાદળ છાયા વાતાવરણ સાથે રાતના વરસાદ પડ્યો હતો. મુંબઈમાં ખાસ કરીને કાંદિવલી, બોરીવલી, અંધેરી, બાંદ્રા, ઘાટકોપર, થાણે, ડોંબિવલીમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ વચ્ચે મુંબઈની લોકલ ટ્રેનસેવા પર અસર જોવા મળી હતી, જ્યારે વાડી બંદર યાર્ડમાં એક ટ્રેનના કોચમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. મહાનગરી એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી પણ થોડા સમયમાં આગ પર નિયત્રંણ મેળવી લીધું હતું.
આજે સાંજ પછી મુંબઈ સહિત અમુક પરાના વિસ્તારોમાં વંટોળ સાથે જોરદાર પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડ્યો હતો. મુંબઈમાં સૌથી વધુ વરસાદ જોગેશ્વરી, ડોંગરી, સાંતાક્રુઝ, વિલપાર્લે, દિડોશીમાં વરસાદ પડ્યો હતો. બીજી બાજુ કલ્યાણમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ તૂટતા 6 લોકોના મોત થયા હતા.

કલ્યાણ પૂર્વ સ્થિત સપ્તશ્રૃંગી નામની ઇમારતનો સ્લેબ તૂટી પડવાને કારણે 6 લોકોના મોત થયા હતા. 6 જણને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઇમારત 35 વર્ષ જુની હોવાનું કહેવાય છે, જ્યારે બાવન પરિવાર રહે છે. આ બનાવ બપોરે અઢી વાગ્યાના સુમારે બન્યો હતો. જોકે, બનાવ પછી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ બનાવ એ વખતે બન્યો જ્યારે ચાર માળની ઇમારતમાંથી બે માળનો સ્લેબ પત્તાના મહેલની માફક ધસી પડ્યા અમે અને તેના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 6 જણને ગંભીર ઇજા પહોંચી છે. આ દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવારને પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
