મુલુંડના યુવા ભાગવત કથાકાર શ્રી વિશાલ મહારાજની વ્યાસ પીઠે અને શ્રી જય ભવાની આશાપુરા મંદિર મહિલા મંડળ દ્વારા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ કથાનું આયોજન કોલોની સ્થિત ભવાનીધામ આશાપુરા મંદિર કોલોની ખાતે શનિવાર તા.૩૦ માર્ચથી તારીખ ૫ એપ્રિલ ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું હતું. કથાની શરૂઆત શોભાયાત્રા અને દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શોભાયાત્રા બાવાજીની ઝૂંપડી થી શ્રી ભવાનીધામ મુલુંડ કોલોની ખાતે આવી હતી. અહીં બાવાજીની ઝુંપડીના મહંત શ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને કથાનો પ્રારંભ થયો હતો. વ્યાસપીઠ પરથી યુવા ભાગવત કથાકાર વિશાલ મહારાજે પ્રથમ દિવસે ભાગવતજીનું મહાત્મય (૨) સુખદેવજી ને વ્યાસ ભગવાનનો મહાત્મય (૩) હગ્રીય અવતાર (૪) કૃષ્ણ અવતાર (૫) શ્રી અંબિકા માતાજી પ્રાગટ્ય (૬) નવદુર્ગા પ્રાગટ્ય.(૭) તા. ૫ એપ્રિલ શનિવારે સવારના ૯૩૦ કલાકે કથા, બપોરે ૧૨૩૦ કલાકે કથા વિરામ તથા સાંજે ૪ થી ૭ કલાક દરમિયાન આઠમનો હોમહવનનું આયોજન કરવામાં આવ્યું હતું.



કથામાં પધારેલ મહાનુભાવો માં પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશાલ કૃષ્ણજી મહારાજ (નારાયણ સરોવરવાળા), લાલજી સર, ડૉ. બાબુલાલ સિંહ, ડૉ. સચિનસિંહ, જય અંબે મા ચેરીટેબલ ટ્રસ્ટના પદાધિકારી અને સભ્યો, મુલુંડના પૂજ્ય શ્રી દિપક મહારાજ, ગુર્જરભૂમિના શાંતિલાલ ઠક્કર અને મનીષ ઠક્કર, મુલુંડના આર્ટિસ્ટ નવીનભાઈ નાકર, હરિયાણાના સુપ્રસિદ્ધ વૃષભનાથજી વગેરેનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પૂજ્ય વૃષભનાથજીએ પોતાના ભજનો દ્વારા ખૂબ જ મોજ કરાવી હતી. આ કાર્યક્રમને યશસ્વી બનાવવા માટે ભવાની ધામ આશાપુરા મંદિર મહિલા મંડળ તેમજ બીપીનભાઈ જોશીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. યુવા કથાકાર શ્રી વિશાલ મહારાજે સરળ અને સુમધુર વાણીમાં સમજાવી, સંગીતમય કથાનું રસપાન કરાવ્યું હતું.


Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
