શ્રી શાંતિનાથ ઝાલાવાડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પરમ વર્ષીતપના તપસ્વીનાં પારણાં અભૂતપૂર્વ રીતે સંપન્ન થયાં હતાં. પૂ. ગચ્છાપતિશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશિષથી તેમ જ ચિરંતન ચિંતક પૂ. આ. ભ. શ્રી મુક્તિવલ્લભ સૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી તેમ જ ત્યાગી- વૈરાગી પૂ. પં. પ્ર. શ્રી દિવ્યવલ્લ વિ.મ.સા.ની નિશ્રામાં પારણાં થયાં હતાં.
અતુલકુમાર વ્રજલાલ શાહ (સીએ)ના પુત્ર ઋષભનાં પત્ની અક્ષતા શાહના વર્ષીતપનાં પારણાં પ્રસંગે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અતુલભાઈએ આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. એક લાખ ચોરસફૂટના સપ્તાહ ગ્રાઉન્ડ કાંદિવલી વેસ્ટમાં શામિયાણામાં પારણાં થયાં. પ્રતિક્ષાલય શામિયાણામાં આવેલા મહેમાનો માટ શેરડીના રસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પાછળના પવાર સ્કૂલના ગ્રાઉન્ડમાં વિશાળ મંડપમાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 50,000થી વધુ ભાગ્યશાળીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

પારણાં અગાઉ પંચદિવસીય મહોત્સવ કાંદિવલી પૂર્વમાં સપ્તાહ ગ્રાઉન્ડ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, ડેમાં મહેંદી સાંજી, ઋષભ સંખ્યા, સામૂહિક પૂંજણું, ઋષભજીના પગલે પગલે ઋણ સ્વીકાર, ચંદન વિલેપન દિન ચારસો- ઋષભજીનો વારસો વગેરે અનેક પ્રસંગો સફળતાપૂર્વક પાર પડ્યા હતા. આ અવસરે સાંસદ, વિધાનસભ્ય અને નગરસેવકો ગોપાલ શેટ્ટી, અતુલ ભાતખળકર, યોગેશ સાગર, મનીષા ચૌધરી, બીના દોશી, સાહરસિંહ ઠાકુર, વિનોદ શેલાર, ધવલ વોરા પધાર્યા હતા.શોભાયાત્રા અને જમણવાર રદ : જોકે પહલગામમાં થયેલા આતંકી હુમલાને કારણે શ્રી સંઘે સામૂહિક શોભાયાત્રા અને લગભગ 10,000 ભાગ્યશાળીઓનો જમણવાર રદ કરીને જૈનો દેશમાં આપદાના સમયે એકજૂટ હોવાનો પરિચય કરાવ્યો હતો, જેને દેશવિદેશથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. અનેક લોકોએ શ્રી શાંતિનાથ ઝાલાવાડ જૈન સંઘનાં આ સ્તુત્ય પગલાંની અનુમોદના કરીને પોતાના સંઘોમાં પણ શોભાયાત્રા રદ કરી હતી.
400 દિવસ સુધી 525 સામૂહિક બેસણા
400 દિવસ સુધી 525 સામૂહિક બેસણા શ્રી સંઘમાં કરાવવામાં આવ્યા હતા અને પારણાં પણ અભૂતપૂર્વ સફળતાથી સંપન્ન થયા હતા. પૂ. વિતરાગવલ્લભ વિ.મ.સા. ત્યાર બાદ વિહાર કરીને મલાડ વેસ્ટમાં જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસરે ઉપધાનના મંડાણ કરાવવા સ્ટેશન રોડ, મલાડ વેસ્ટમાં પધાર્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
