કાલબાદેવીના મેઇન રોડ પરના ઝવેરબાગ સ્થિત ૧૨૫ વર્ષ જૂના શ્રી કહાનદાસ નારણદાસ ચૅરિટીઝ ટ્રસ્ટ સંચાલિત શ્રી નરનારાયણ મંદિરમાં આવતી કાલે હર્ષોલ્લાસ અને પવિત્રતાથી શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઊજવાશે. રાતે ૧૧.૧૫થી ૧૧.૪૫ વાગ્યા દરમ્યાન શ્રી કૃષ્ણને અતિપ્રિય એવી વાંસળીનું વાદન જાણીતા વાંસળીવાદક નિનાદ અચ્યુત મ્હાત્રે કરશે. ૧૧.૪૫થી ૧૨.૦૫ વાગ્યા દરમ્યાન મંત્રોચ્ચાર થશે. રાતે ૧૨ વાગ્યે પ્રાગટ્યોત્સવ-જન્મોત્સવનાં અલભ્ય દર્શનના સમયે ઢોલ-નગારાં અને શરણાઈના સૂરે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચારની સાથે શ્રી ઠાકોરજીને પંચામૃત અભિષેક કરવામાં આવશે. વધુ માહિતી માટે મંદિર ટ્રસ્ટમાં 2240 2452 નંબર પર સંપર્ક કરવો.

ભુલેશ્વરના મેઇન રોડ પરના શ્રી પંચમુખી હનુમાનજી મંદિરની સામે આવેલા શ્રી જલરામબાપાના મંદિરમાં પણ આવતી કાલે રાતે ૧૧થી ૧૨ વાગ્યા દરમ્યાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઊજવાશે અને લાલાનું પારણું ઝુલાવાશે. મંદિરના મુખ્યાજી પૂ. હેમાંશુજી ત્રિવેદી જન્માષ્ટમીની સઘળી સેવાઓ શ્રી ઠાકોરજીને અર્પણ કરશે. વધુ વિગતો માટે મંદિરના મૅનેજર સુભાષ જાનીનો 70450 88434 નંબર પર સંપર્ક કરવો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
