શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડ દ્વારા શ્રી જલારામ પાટોત્સવ સવંત ૨૦૮૧ ના ચૈત્ર સુદ ૯ ના રામનવમી રવિવાર તા. ૬ એપ્રિલ ૨૦૨૫ સપરમા દિવસે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી જલારામ બાપા મંદિર મા કરવામાં આવ્યું હતું. આ પાટોત્સવ દરમ્યાન થનારા કાર્યક્રમોમાં અનુક્રમે નૂતન ધ્વજારોહણ સવારે ૯.૦૦ કલાકે, હોમ હવન પં.શ્રી જય કિશન મહારાજના સાંનિધ્યમાં સવારના – ૯.૩૦ થી ૧.૩૦ સુધી કરવામાં આવ્યું હતું. ત્રિમૂર્તિ દર્શન તથા દળિયા પ્રસાદની સેવા આખો દિવસ ચાલુ રાખવામાં આવી હતી. ભક્તિ સંગીત તથા ભજન સંગીતકાર દમયંતીબેન બરડાઈ નિર્મળસિંહ ઝાલા ,રાહુલભાઈ સાગઠીયા તથા નયનાબેન આચાર્ય ના સંગાથે સાંજના 6 થી 10 શ્રી જલારામ બાપાના ભજન અને રાસ ગરબા આદિનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો હતો. મુલુંડના તમામ સામાજિક તથા રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ પધાર્યા હતા.







આ કાર્યક્રમ દરમ્યાન બૃહદ મુંબઈ મહાનગરપાલિકા સંગાથે શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડ દ્વારા મુલુંડમા વૃક્ષારોપણ યોજના શરૂ કરવામાં આવ્યું હતું તે વૃક્ષોની સંપૂર્ણ જવાબદારી શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવશે. તે નિમિત્તે વૃક્ષ વાવીને શરૂઆત કરવામાં આવી હતી. તેમજ શરૂઆતમાં 108 વૃક્ષોનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે વધુ માહિતી માટે 78 7373 1515 સંપર્ક કરો.






દર્શન તથાપ્રસાદરૂપી ભોજનનો લાભ લીધો હતો સવારના ફરાળી પ્રસાદના દાતા સ્વ વિજયાબેન પ્રાગજી પવાણી પરિવાર, સાંજના પ્રસાદના દાતા શ્રી વીરબાઈમા અને જલારામ બાપા તરફથી હસ્તે એક ભકત પરિવાર તરફથી રાખવામાં આવ્યો હતો. મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા સુવિધા કેટરર્સ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના ટ્રસ્ટીગણ, કારોબારી સભ્ય, તથા કાર્યકર્તાઓ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
