શ્રી બાપા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ (મુલુંડ) દ્વારા શ્રી ઝુલેલાલ જયંતિ ઉત્સવ સંવત 2081 ચૈત્ર સુદ ૨, રવિવાર તા.30-03-2025ના રોજ શ્રી જલારામ મંદીર, શેઠ બબનરાવ પડવલ સ્કૂલની સામે, પડવલ નગર, ચેકનાકા, વાગલે એસ્ટેટ, થાણા ૪૦૦૬૦૪ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરુઆત વીર જશરાજદાદા ધૂપ આરતીથી થશે. જે સાંજે 6 થી 7 દરમ્યાન થશે. દર મહિનાની સુદ બીજના જશરાજદાદાની ધૂપ આરતી અહીં કરવામાં આવે છે. આરતી સાંજે ૭.૩૦ કલાકે, જાહેર મહાપ્રસાદ સાંજે ૮ થી ૧૧ સુધી રહેશે એમ ટ્રસ્ટી પ્રદીપભાઈ પરષોત્તમ ઠક્કરએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
