મુલુંડમાં રહેતા એસબીઆઈ બેન્કના ૬૩ વર્ષીય નેવૃત્ત મહિલા કર્મચારી સીમા ખેડકરે હાલના સૌથી સામાન્ય શેર ટ્રેડિંગ ફ્રોડમાં ૨૭,૦૩,૩૬૭ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ પૂર્વ વિભાગ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ફરિયાદ મુજબ સીમાએ જાન્યુઆરીમાં ફેસબુક પર શેર ટ્રેડિંગ અંગે એક જાહેરખબર જોઈ હતી અને તેમાં તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હતો. ઘણાં દિવસો બાદ સીમાના મોબાઈલ પર આંતરરાષ્ટ્રીય કોલ આવ્યો અને ફોન કરનારે તેનું નામ યશોદા અને તે સાયપ્રસ યુરોપથી બોલતી હોવાનું જણાવ્યું હતું. યશોદાએ સીમાને શેર ટ્રેડિંગ અંગે સવિસ્તર માહિતી આપીને આકર્ષક કમાણી કરવાનું સ્વપ્નું બતાવ્યું અને FXROAD.COM નામના પ્લેટફોર્મ અંગે માહિતી આપી.

ત્યારબાદ યશોદાએ સીમાને ડિપોઝીટરૂપે ૨૦૦ ડોલર (રૂા.૧૮૬૭૫) ભરવા માટે જણાવ્યું. સીમાએ તે રકમ ટ્રાન્સફર કરી ત્યારબાદ બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. માર્ચ મહિનામાં વિનીત નામના માણસે સીમાને ફોન કરીને તે યુરોપથી FXROAD કંપનીથી બોલતો હોવાનું જણાવ્યું હતું વેચાણ કરવા માટે સવિસ્તાર અને તેમને શેરની ખરીદી અને માહિતી આપીને રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા.
આ દરમ્યાન સીમા સાથે ટેલિગ્રામના અકાઉન્ટમાં FXROAD કંપનીથી મેનેજર અહમ પટેલ વાર્તાલાપ કરતો હતો. યશોદાને તેમના પર વિશ્વાસ બેસતા જાન્યુઆરીથી ૧૦ જુલાઈ સુધીમાં તેમણે ત્રિપુટી પર ભરોસો કરીને* રૂા.૨૭.૩ લાખનું રોકાણ કરી નાખ્યું હતું. સીમાને કંપનીના પ્લેટફોર્મ પર જમા થયેલી રકમમાં નુકસાન થયેલું જણાવતા તેમણે અહમને આ અંગે પૂછતા તેણે તેમની બચેલી રકમ ઉપાડવા વધુ રકમ જમા કરવા જણાવ્યું જેને માટે સીમાએ નનૈયો ભણ્યો હતો. ત્યારબાદ ત્રિપુટીએ સીમાને તેમણે રોકેલી રકમ પરત કરવા ટાળવા માંડતા સીમાને છેતરપિંડીનો ખ્યાલ આવી ગયો હતો પરંતુ ત્યાં સુધી તો મોરલો કળા કરી ગયો હતો.

For more details… Contact 9322529232 / 9324483455
