મુંબઇ મહાનગર પાલિકા સંચાલિત કેઇએમ હોસ્પિટલમાં એક ડોક્ટર પર જાતીય સતામણીનો આરોપ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં એડિશનલ પ્રોફેસર તરીકે કાર્યરત ડોક્ટર સામે છ મહિલા ડોક્ટરોએ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે ડોક્ટર લાંબા સમયથી મહિલા સહકર્મીઓને માનસિક અને શારીરિક રીતે હેરાન કરતા હતા. સૌ પ્રથમ જૂન ૨૦૨૩માં હોસ્પિટલમાં કામ કરતી ૩૨ વર્ષની એક મહિલા ડોક્ટરે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. આ ડોક્ટર સામે એવો આરોપ કરવામાં આવ્યો છે કે તેઓ સેલ્ફી લેવાના બહાને મહિલા ડોક્ટરોને તેમની પાસે બોલાવતા હતા અને પછી તેમને પીઠ અને અન્ય અંગો પર અનિચ્છનીય સ્પર્શ કરતા હતા. પીડિતાએ એવું પણ જણાવ્યું હતું કે વિભાગના કોઇપણ આયોજન અથવા કોન્ફરન્સ દરમિયાન તેઓ બહુ નજીક આવવાનો પ્રયાસ પણ કરતા.

ફેબુ્રઆરી ૨૦૨૫માં બનેલી એક ઘટના બાબતે પીડિતાએ જણાવ્યું હતું કે આરોપી ડોક્ટરે તેમની પીઠ પર હાથ ફેરવ્યો હતો જે દ્રશ્ય અન્ય બે મહિલા ડોક્ટરોએ પણ જોયું હતું. માર્ચ ૨૦૨૫માં પણ એક મહિલા ડોક્ટર સાથે આવી જ ઘટના બની હતી. ૧૦ એપ્રિલ ૨૦૨૫ના છ મહિલા ડોક્ટરોએ મળી આ મામલે હોસ્પિટલના ડીન ડો. સંગીતા રાવતને એક લેખિત ફરિયાદ સોંપી હતી. આ બાબતે સ્પષ્ટતા કરતા ડીને જણાવ્યું હતું કે આરોપી ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એક સમિતિ નિમવામાં આવે છે જે વધુ તપાસ કરી રહી છે. પીડિતાએ આ બાબતે ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
