ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, જેથી રાજકીય પક્ષોની ગતિવિધિઓ શરૂ થઈ છે. મહાયુતિ અને મહાઆઘાડી વચ્ચે આ વખતે પ્રતિષ્ઠાનો મુખ્ય જંગ છે. જોકે જનતાએ ચૂંટી આપેલા વિધાનસભ્યોએ વર્તમાન ટર્મમાં શું શું કર્યું તે વિશે રસપ્રદ માહિતી બહાર આવી છે.14મી વિધાનસભામાં 288 વિધાનસભ્યમાંથી 113 વિધાનસભ્ય વિરુદ્ધ ગંભીર ગુના દાખલ છે, જ્યારે બે વિધાનસભ્યો વિરુદ્ધ હત્યાના ગુના દાખલ છે. 11 જણ વિરુદ્ધ હત્યાના પ્રયાસના ગુના દાખલ છે. અર્થાત, આ ગુના હજુ સિદ્ધ થયા નથી.

આ વિધાનસભામાં પહેલી વાર 92 વિધાનસભ્ય ચૂંટાઈ આવ્યા હતા, જેમાં આઠ મહિલા વિધાનસભ્યનો સમાવેશ થાય છે.288 વિધાનસભ્યની ચૌદમી વિધાનસભા (2019-2024)માં વિધાનમંડળનાં 12 સત્રમાં 131 દિવસ કામકાજ થયું, જેમાં એકંદરે 5921 પ્રશ્ન પુછાયા હતા. દેખીતી રીતે જ કોવિડને લીધે ત્રણ સત્ર રદ થયાં, જ્યારે એક સત્રમાં પ્રશ્નોત્તરીનો કલાક સમાવિષ્ટ નહોતો.હવે વિધાનસભ્યોનાં કામકાજની વાત કરીએ તો વિધાનસભાનું મુખ્ય કામ ખરડા મંજૂર કરવાનું છે. જનતાનું પ્રતિનિધિ કરનારા વિધાનમંડળના દરેક સભ્યને કાયદો નિર્માણ કરવાની પ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર છે. ખાનગી ખરડો (બિલ) તે અધિકારનો જ ભાગ છે.

સામાન્ય જનતાના પ્રશ્નો ઉકેલવા માટેના આ એક માર્ગ છે. હાલમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં પણ ખાનગી બિલો રજૂ કરવાનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. આ 14મી વિધાનસભામાં ખાનગી બિલમાંથી એકેય બિલ પર ચર્ચા થઈ નહીં, જે ચિંતાજનક છે.વળી, વિધાનસભાના સંપૂર્ણ પાંચ વર્ષના કાર્યકાળમાં વિધાનમંડળ સમિતિઓએ પણ કામ નહીં કર્યું.

288માંથી 84 વિધાનસભ્યોએ એકેય પ્રશ્ન પૂછ્યો નહીં, જ્યારે 59 વિધાનસભ્યોએ પાંચ વર્ષમાં મહિલાઓની સમસ્યા બાબતે ફક્ત એક પ્રશ્ન પૂછ્યો. મહિલા સંબંધી ઉપસ્થિત કુલ 119 પ્રશ્નમાં 60, એટલે કે, લગભગ એકતૃતીયાંશ પ્રશ્ન મહિલા વિધાનસભ્યોએ પૂછ્યા હતા, એમ સંપર્ક સંસ્થાના અભ્યાસમાં જણાયું છે. 14મી વિધાનસભામાં કુલ 26 મહિલા વિધાનસભ્યો છે, જેમાંથી 22 મહિલાએ મહિલાઓની સમસ્યા પર પ્રશ્ન રજૂ કર્યા હતા.

કયા પક્ષે કયા પ્રશ્ન રજૂ કર્યા પ્રશ્નો પૂછવાની વાત આવે ત્યારે મહિલા, શિક્ષણ, ખેતીવાડી અને ધોરણ સંબંધે સૌથી વધુ પ્રશ્નો કોંગ્રેસના વિધાનસભ્યોએ ઉપસ્થિત કર્યા હતા, જ્યારે બાળકો, સ્વાસ્થ્ય અને ગોટાળા- ગેરરીતિ વિશે સૌથી વધુ પ્રશ્ન ભાજપના વિધાનસભ્યોએ પૂછ્યા હતા.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us