પહલગામ હુમલા પછીની પરિસ્થિતિના પગલે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર સહિત ઉચ્ચ જોખમવાળા ધાર્મિક સ્થળોની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે, મુંબઈ જેવા અતિગીચ વસતિવાળાં શહેરોમાં ઉચ્ચ જોખમી કટોકટીની પરિસ્થિતિઓનું અનુકરણ કરતી મોક ડ્રિલ બુધવારે યાજાશે. સામાન્ય રીતે દેશ પર કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતમાં હવાઈ હુમલા દરમિયાન સમયસરનાં પગલાં લેવા માટે અને નાગરિકો તેમ જ સંબંધિત તંત્રને જાગૃત કરવા માટે ડિફેન્સ મોક ડ્રિલની કવાયત યોજવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ શહેર પર આતંકવાદીઓ હુમલા માટે દરિયાઈ રુટથી આવ્યા હતા, આથી દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેર અને તેની આસપાસ અનેક મહત્ત્વનાં સ્થાનો પરના સંભવિત જોખમને ટાળવા માટે સરકાર અગમચેતીનાં પગલાં લઈ રહી છે.હવાઈ હુમલાના સાઈરન: હવાઈ હુમલા દરમિયાન સમયસર જાહેર પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે મુખ્ય શહેરોમાં ચેતવણી પ્રણાલીઓનું પરીક્ષણ કરવામાં આવશે. સ્થળાંતર કસરતો: ઉચ્ચ જોખમી વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું રિહર્સલ કરવામાં આવશે, ખાસ કરીને મુંબઈ અને થાણે જેવા ગીચ વિસ્તારોમાં. બ્લેકઆઉટ પ્રોટોકોલ: મુખ્ય શહેરો સંભવિત હવાઈ હુમલા દરમિયાન શોધ ટાળવા માટે લાઇટ અને સિગ્નલ કાપીને ઝડપી બ્લેકઆઉટનો અભ્યાસ કરશે.

સિવિલ ડિફેન્સ મોક ડ્રિલનો હેતુ શું છે?
સરકારના મતે, મોક ડ્રિલ દરમિયાન આ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે. હવાઈ હુમલાના સાઈરનનું નિરીક્ષણ અને ઉપયોગ. હુમલાની સ્થિતિમાં સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓને પોતાનું રક્ષણ કરવા માટે તાલીમ આપવી, ક્રેશ બ્લેકઆઉટ વ્યવસ્થા, મહત્વપૂર્ણ સ્થળોને છુપાવવા માટેની તૈયારીઓ, વિસ્તાર ખાલી કરાવવાની યોજનાઓને અપડેટ કરવી અને તેનો અભ્યાસ કરવો. આ મોક ડ્રિલનો હેતુ લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે.
છેલ્લે મોક ડ્રિલ 1971માં યોજાઈ હતી
દેશમાં છેલ્લી વખત આવી મોક ડ્રિલ 1971માં યોજાઈ હતી. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આ મોક ડ્રિલ યુદ્ધ દરમિયાન થઈ હતી. 1971 પછી પહેલી વાર દેશભરમાં મોક ડ્રિલ યોજાઈ રહી છે. આ પ્રકારની મોક ડ્રિલલ 1962ના ચીન યુદ્ધ અને 1965ના પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ યોજાઈ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
