થાણેમાં કન્સ્ટ્રક્શન સાઈટ નજીકથી સગીરાનો મૃતદેહ મળી આવતાં તેની હત્યા કરાઈ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. આ પ્રકરણે પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સગીરાની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ કાસારવડવલી વિસ્તારમાંથી શનિવારે બપોરે સગીરાનો મૃતદેહ મળ્યો હતો.

એક કન્સ્ટ્રક્શન સાઈટ નજીક રસ્તા પર પડેલા સગીરાના મૃતદેહ પર રાહદારીઓની નજર પડતાં પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. સગીરાના ગળા ફરતે કપડું વીંટાળેલું હોવાનું કન્ટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું હતું. માહિતી મળતાં જ કાસારવડવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અંદાજે ૧૭ વર્ષની સગીરાની ચારેક ફૂટની ઊંચાઈ છે. લીલા રંગના સલવાર-કુરતા પહેરેલી સગીરાના હાથમાં બંગડીઓ પણ છે. જોકે તાત્કાલિક સગીરાની ઓળખ થઈ શકી નહોતી. પોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો

For more details… Contact 9322529232 / 9324483455
