ટાટા મુંબઈ મેરેથોનમાં આ વખતે કોસ્ટલ રોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 18 જાન્યુઆરીના રોજ યોજાનારી મેરેથોન દ્વારા પહેલી વાર રનર્સ મેરેથોન માર્ગનો ભાગ તરીકે પ્રતિષ્ઠિત બાંદરા- વરલી સીલિંક સાથે નવા ખોલવામાં આવેલા મુંબઈ કોસ્ટલ રોડનો અનુભવ કરી શકશે. નવા માર્ગને લીધે રનર્સને અરબી સમુદ્ર અને શહેરની આકાશરેખાનાં અખંડ દ્રશ્યો જોવા મળશે અને દુનિયાની સૌથી પ્રસિદ્ધ શહેરી મેરેથોનમાંથી એકમાં વધુ એક આશ્ચર્યજનક નવો અધ્યાય જોડાશે.
સીએસએમટીથી શરૂ થનારી અને ત્યાં જ સમાપ્ત થનારી રેસ દ્વારા દુનિયાના અવ્વલ ખેલાડીઓને કોસ્ટલ રોડના નવા માર્ગ પર પોતાની કસોટી કરવાનો મોકો મળશે. સીએસએમટીથી શરૂ થતી અને બોમ્બે જિમખાના નજીક એમજી રોડ પર સમાપ્ત થતી આ રેસ સાતત્યતા અને સહનશક્તિને ઈનામ આપવા તૈયાર કરાઈ છે.

માહિમ કોઝવેથી માહિમ રેતી બંદર મેદાનથી શરૂ થનારી અને ઓસીએસ ચોકી ખાતે પૂરી થનારી હાફ મેરેથોન અને પોલીસ કપ રેસમાં સ્પર્ધકોને દક્ષિણ મુંબઈનાં અમુક સૌથી પ્રતિષ્ઠિત ઠેકાણે લઈ જશે. 10 કિમી ઓપન રન, વરિષ્ઠ નાગરિકોની રન અને ડ્રીમ રનમાં પણ હજારો લોકો ભાગ લેશે.મુંબઈ ટ્રાફિકના જોઈન્ટ કમિશનર અનિલ કુંભારેએ જણાવ્યું કે ટાટા મુંબઈ મેરેથોન 2026ના માર્ગમાં કોસ્ટલ રોડનો સમાવેશ કરીને અમે વૈશ્વિક મંચ પર મુંબઈને તેનું સર્વોત્તમ સ્થાન આપવાનો ઉદ્દેશ રાખ્યે છે. આ નવો માર્ગ મેરેથોન રનર્સને અનોખો અને નિસર્ગરમ્ય અનુભવ કરાવશે તેમ જ અન્ય પ્રવાસીઓ માટે સુરક્ષિતતા અને સુલભ અવરજવરની ખાતરી રાખશે.
કાર્યક્ષમ ટ્રાફિક વ્યવસ્થાપન, મજબૂત સુરક્ષા અને અખંડ ઓપરેશન્સની ખાતરી રાખવા માટે વ્યાજ આંતરસંસ્થા સમન્વય સાથે માર્ગનું નિયોજન કરાયું છે, જેથી રેસના દિવસે બધું સહજ રીતે ચાલે.રેસ ડાયરેક્ટર હ્યુ જોન્સે જણાવ્યું કે આ હવે મેરેથોનથી પાર જઈને રનર્સને નવો અનુભવ કરાવવાનો ઉદ્દેશ રાખ્યો છે. પ્રોકેમ ઈન્ટરનેશનલના એમડી વિવેક સિંહે જણાવ્યું કે 21મી આવૃત્તિ માટે કોસ્ટલ રોડનો સમાવેશ રનર્સને વૈશ્વિક દરજ્જાનો અનુભવ કરાવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
