
ડિરક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા બોગસ કંપનીઓના નેટવર્કનો પર્દાફાશ કરી 1,196 કરોડ રૂપિયાના ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ના ફ્રોડ વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા હતા. આ પ્રકરણે ખાનગી કંપનીના ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ડીજીજીઆઇના પુણે યુનિટ દ્વારા પુણે, દિલ્હી, નોએડા અને મુઝફ્ફરનગરમાં અનેક સ્થળે સર્ચ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં એવું સામે આવ્યું હતું કે આરોપીએ કાગળ પર કંપનીઓ ઊભી કરીને બોગસ ઇન્વોઇસીસ અને ઇ-વે બિલો ઊપજાવી આ કૌભાંડ આચર્યું હતું.
આ ઇ-વે બિલો સાથે સંકળાયેલી કોઇ આરએફઆઇડી હેરફેર નહોતી, જે માલોનો વાસ્તવિક પુરવઠો કરાયો નહોતો એ વાતને સમર્થન આપે છે. આ ફ્રોડ નેટવર્ક થકી 1,196 કરોડ રૂપિયાના બોગસ આઇટીસી મેળવવામાં અને પસાર કરવામાં આવી હતી.

આ કેસમાં ધરપકડ કરાયેલો શખસ મુઝફ્ફરનગરમાં આવેલી ખાનગી કંપનીનો ડિરેક્ટર છે. તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે આ ટોળકી નવા જીએસટી રજિસ્ટ્રેશન પ્રાપ્ત કરવા અને ચોરી પકડાઇ ન જાય તે માટે સરનામાં, ઓળખ, ઇ-મેઇલ આઇડી અને ફોન નંબરોનો ડેટાબેઝ ફેરવતી રહેતી હતી.
આરોપીએ મુખ્યત્વે આર્થિક રીતે પછાત વર્ગના કર્મચારીઓની જાણ બહાર તેમની અંગત વિગતોનો આ માટે દુરુપયોગ કર્યો હતો. સર્ચ દરમિયાન મૂળ ઇન્વોઇસીસ, નાણાકીય નોંધ, કંપનીના સ્ટેમ્પ અને સીલ મળી આવ્યાં હતાં.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
