
દહિસર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ (ઉત્તર તરફ)ના વચ્ચેના ભાગમાં છેલ્લા દોઢેક વર્ષથી છતને છાપરા લગાડવામાં આવ્યા નહોતા. જોકે હવે છાપરા લગાવવાનું શરૂ કરાયું છે.આ કામના અભાવે અહીં 150 મીટર સુધીના પરિસરમાં થોડા થોડા અંતરે ફક્ત લોખંડના થાંભલા જ ઊભા કરાયા હતા. છતને અભાવે, પ્લેટફોર્મ નંબર બેથી ચર્ચગેટ તરફ જતી લોકલ ટ્રેનોના છેલ્લા ચાર કોચના પ્રવાસીઓને ઉનાળાના તડકામાં અને વરસાદમાં ભીંજાતા ઊભા રહેવું પડતું હતું. છત ન હોવાને કારણે પ્લેટફોર્મ નંબર 2 પર પ્રવાસીઓ આ પ્લેટફોર્મના છેડે આવેલા પુલના છાંયડામાં ટ્રેનની રાહ જોતા ઊભા રહેતા, ટ્રેન આવતાંની સાથે ટ્રેન માટે તેમને લાંબા અંતરેથી પ્લેટફોર્મ પર દોડ લગાવવી પડતી હતી.

રેલવે પ્રશાસને પ્રવાસીઓની આ સમસ્યાનો ગંભીરતાથી વિચાર નહીં કરતાં લોકો હાલાકી ભોગવી રહ્યા હતા. પ્રવાસીઓની આવશ્યક સુવિધા બાબતે મહારાષ્ટ્ર રેલવે પ્રવાસી મહાસંઘ (પ.રે.)ના ઉપાધ્યક્ષ રાજેશ પંડ્યાએ એડીઆરએમ અધિકારી સુનિલ તિવારીને પ્લેટફોર્મ પર વરસાદ પહેલાં છત લગાવી તાત્કાલિક કામ પુરું કરવા માગણી કરી હતી, જેને લીધે આ પ્લેટફોર્મ પર થાંભલાઓ પર લોખંડના એન્ગલ લગાવી છાપરા લગાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.મુસાફરોને છતની આ સુવિધાથી તડકામાં કે વરસાદમાં રાહત મળશે.

For more details… Contact 9322529232 / 9324483455
