
મુંબઈમાં ફેબ્રુઆરી ૨૦૨૫માં રિક્ષા-ટૅક્સીના છ ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. નવા ભાડાં પ્રમાણે મીટરમાં સુધારો (રીકેલિબ્રેશન) કરવો જરૂરી છે, પરંતુ મુંબઈમાં હજી ૭૦ ટકા રીક્ષા, ટેક્સીના રીકેલિબ્રેશન પૂર્ણ થયા છે અને ૩૦ ટકા હજુ બાકી છે. રીકેલિબ્રેશન કરાવવાની અંતિમ તારીખ ૩૧મી મે આપવામાં આવી છે. ત્યારબાદ પહેલી જૂનથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ઇંધણ ખર્ચ, વાહનનું સમારકામ, વાહન માટેની લોન પર વધેલા વ્યાજ દરને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ટૅક્સી-રીક્ષા સંગઠને ભાડાં વધારવાની માંગણી કરી હતી. પહેલી ફેબ્રુઆરીથી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ તેને મંજૂરી આપી હતી. તે મુજબ રિક્ષાનું લઘુતમ ભાડું ૨૬ રૂપિયા અને ટૅક્સીનું ૩૧ રૂપિયા કરવામાં આવ્યું હતું.

રીકેલિબ્રેશન ન થાય ત્યાં સુધી જુના મીટર પ્રમાણે ભાડાં વસુલવાની સૂચના આપવામાં આવી હતી. મુંબઈ મહાનગરમાં લગભગ ૪.૬૨ લાખથી વધુ રીક્ષા-ટૅક્સી છે જેમાંથી ૭૦ ટકાનું રીકેલિબ્રેશન પૂર્ણ થઇ ગયું છે. રીકેલિબ્રેશન કરવાની અંતિમ તારીખ ૩૧ મે છે, ત્યાર બાદ દૈનિક ૫૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ સુધી દંડ વસુલવામાં આવી શકે છે.
