
કાંદિવલી પશ્ચિમમાં શ્રી સંભવનાથ દાદાના જિનાલયની 75મી સાલગીરી પ્રસંગે શેઠશ્રી પરસોત્તમદાસ સુરચંદ ટ્રસ્ટ અને જિન આરાધક મંડળ આયોજિત પત્રિકાલેખનનો ભવ્ય પ્રસંગ પ.પૂ. મુનિરાજશ્રી જ્ઞાનહંસવિજયજી મ.સા.ની નિશ્રામાં ઊજવાયો હતો.
પત્રિકામાં શબ્દનું સૌંદર્ય મલાડના સુશ્રાવક સંજયભાઈ અંબાલાલે કર્યું હતું. પૂ. ગુરુદેવશ્રીએ સંભવનાથ દાદાનો મહિમા તથા કાંદિવલીની ધન્ય ધરામાં સૌપ્રથમ જિનાલયનું નિર્માણ થયું તે વિશેની માહિતી આપી હતી. આ પ્રસંગે યોગેશ સાગર, સંજયભાઈ ઉપાધ્યાય, ધવલભાઈ વોરા, મનીષભાઈ શાહ, પં. શ્રી રજનીભાઈ, પ્રવીણભાઈ, મહેશભાઈ હાજર હતા.કંકોત્રી લેખનમાં જય જિનેન્દ્રના લાભાર્થી કોકિલાબેન હરેશભાઈ લાલચંદ રાધનપુર તીર્થ પરિવારે લાભ લીધો હતો.

પં. શ્રી વિમલેશભાઈએ પ્રસંગનું સંચાલન કર્યું હતું. સકળ સંઘે ઉત્સાહ અને ઉમંગથી કંકોત્રીનાં વધામણાં કર્યાં હતાં. શ્રી સંભવનાથ દાદા તથા પૂ. ગુરુ ભગવંતશ્રીએ કંકોત્રી સકળ સંઘ સાથે અર્પણ કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
