ભાયદરમાં પ્રખ્યાત ડાન્સ ગ્રુપ ‘વી અનબિટેબલ’ ના યુવાનો સાથે ૧૨ કરોડ રૃપિયાની છેતરપિંડી કરવાના આરોપસર ગૂ્રપના પ્રખ્યાત બોલિવૂડ કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝલ ડિસોઝાની ક્રાઈમ બ્રાંચની ટીમે તાજેતરમાં છ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી.
ભાયદર ડાન્સ ગ્રુપ ‘વી અનબિટેબલ’ સાથે છેતરપિંડી કરવા બદલ મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ૭ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા. તેમા ગૂ્રપના મેનેજર, બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા, તેમની પત્ની લિઝેલ ડિસોઝા અને એક પોલીસકર્મીનો સમાવેશ છે. હાઈ કોર્ટના આદેશ બાદ આ કેસને મીરા-ભાયદર, વસઈ વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ-૨માં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે તપાસ શરૃ કરી છે. આ સંદર્ભે રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝલ ડિસોઝાની ક્રાઈમ બ્રાન્ચ-૨ ની વસઈ ઓફિસમાં છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. . આ કેસ હાલમાં તપાસ હેઠળ છે અને પોલીસે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ભાયદરના યુવાનો દ્વારા ‘વી અનબિટેબલ’ નામનું ડાન્સ ભાયદરના યુવાનો દ્વારા ‘વી અનબિટેબલ’ નામનું ડાન્સ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. ઓમપ્રકાશ ચૌહાણ આ ગ્રુપના મેનેજર હતા. ગ્રુપ એક લોકપ્રિય ચેનલ પર સ્પર્ધા જીતી હતી. તે પછી, તેમણે ‘અમેરિકા ગોટ ટેલેન્ટ’માં બીજું સ્થાન મેળવ્યું હતું. પરંતુ, આરોપીઓએ અમારી સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ ગ્રુપના યુવકોએ કર્યો હતો. યુવાનોએ આક્ષેપ કર્યો છે કે, વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાંથી મળેલું માનદ ભથ્થું, ઈનામની રકમ, ફિલ્મો માટે મળેલી રકમ વગેરેની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે. આરોપીઓમાં રેમો ડિસોઝા એન્ટરટેઈનમેન્ટ કંપનીના ડાયરેક્ટર અને બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝા, તેમની પત્ની લિઝલ ડિસોઝા, મેનેજર ઓમપ્રકાશ ચૌહાણ, કમિશનરેટ પોલીસ ઓફિસર વિનોદ રાઉત, રમેશ ગુપ્તા, રોહિત જાધવ અને ફેમ પ્રોડક્શનનો સમાવેશ છે. આરોપ છે કે આરોપીઓએ કુલ ૧૧ કરોડ ૯૬ લાખ રૃપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ કરાયો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw