વિશેષ કોર્ટે સોમવારે ગેરકાયદે આદેશ આપવાના આરોપમાં થાણેના સિટિંગ જિલ્લા સેશન્સ જજ સામે ગુનો નોંધવાની માગણી ફગાવી હતી. જજ પરના આરોપ અસ્પષ્ટ અને કાયદાની કસોટી પર ટકે તેમ નથી, એમ સ્પષ્ટ કર્યું હતું.
જજે કાર્યકાળ દરમ્યાન આપેલા કોઈ આદેશ સંબંધે ફોજદારી કાર્યવાહીથી રક્ષણ હોય છે એમ વિશેષ કોર્ટે ઉક્ત આદેશ અપાતાં જણાવ્યું હતું. થાણેના રહેવાસીએ જિલ્લા સેશન્સ જજ પર હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચ લઈને આદેશ આપ્યાનો આરોપ કર્યો હતો. વિશેષ કોર્ટમાં અરજી કરીને જજ સામે ગુનો દાખલ કરવાનો આદેશ આપવાની માગણી કરી હતી.
ફરિયાદીના આરોપ અનુસાર જજે જુલાઈ ૨૦૨૪માં ફોજદારી સમીક્ષા અરજી ગેરકાયદે ફગાવી હતી. અરજી ભ્રષ્ટ હેતુ અને બાહ્ય પ્રભાવ હેઠળ ફગાવાઈ હોવાનો ફરિયાદીએ દાવો કર્યો હતો. વિશ્વસનીય સૂત્રની માહિતી અનુસાર જજે ૧.૫૪ લાખની લાંચ લીધી હોવાનો આરોપ પણ ફરિયાદીએ કર્યો હતો.

વિશેષ જજ શાયના પાટીલે ફરિયાદ થાણે જિલ્લામાં આપેેલા આદેશ સંબંધી ફરિયાદ વિશે હતી અને આથી મુંબઈ કોર્ટના અધિકારક્ષેત્રની બહારની હતી, એમ માગણી ફગાવતાં નોંધ કરી હતી.
સાંભળેલી માહિતીને આધારે આરોપ કરાયા છે તેનો સ્રોત કે દાવાની કોઈ વિગતનો ઉલ્લેખ નહોતો. આથી સાંભળેલી અથવા જાણવા મળ્યું હોવાની બાબત નક્કર દલીલનું સ્થાન લઈ શકે નહીં, એમ કોર્ટે નોંધ કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
