September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

રેસીપી – કાચી કેરીનો મુરબ્બો બનાવવાની રેસિપી, બાળકોને ખૂબ ભાવશે ઉનાળાની આ વિશેષ વાનગી

કેરીની સિઝનમાં કાચી કેરીનો મુરબ્બો ઘણા ઘરોમાં બનતો હોય છે. આ મુરબ્બો બાળકોને ખુબ ભાવતો હોય છે. આજે આપણે બનાવીશું કાચી કેરીનો મુરબ્બો, નોંધી રેસિપી.

કાચી કેરીનો મુરબ્બો બનાવવાની સામગ્રી

1 કીલો રાજાપુરી કેરી,
2 લીટર પાણી,
2 કીલો ખાંડ,
4 લીટર પાણી ચાસણી માટે,
1 ચમચી ઇલાયચી પાઉડર,
1 ચમચી તજ લવિંગ,
10-15 તાંતણા કેસર.

કાચી કેરીનો મુરબ્બો બનાવવાની રીત

સ્ટેપ- 1
સૌ પ્રથમ કેરીને સારી રીતે ધોઈ, છોલીને થોડા પીસ અને બાકીની કેરીને ખમણી લો.

સ્ટેપ- 2
હવે એક તપેલામાં પાણી ઉકળીને કેરીના બધા પીસ અને ખમણેલી કેરી અલગ અલગ બાફી લો.

સ્ટેપ- 3
ખાંડ ડૂબે એટલું પાણી લઈને ચાસણી તૈયાર કરો.

સ્ટેપ- 4
હવે તેમાં કેરીના પીસ અને ખમણ ઉમેરીને એકતારી ચાસણી થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 5
હવે મરબ્બો થોડો ગરમ હોય ત્યારે તેમાં કેસરનાં તાતણા ઉમેરીને મિક્સ કરી લો. હવે મરબ્બો થોડો ઠંડો થાય પછી તેમાં ઇલાયચી પાઉડર અને અધકચરા તજ લવિંગ ઉમેરીને સર્વ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us