રાજકુમાર રાવે આઠ વર્ષ જૂના એક કેસમાં જલંધર કોર્ટમાં સમર્પણ કર્યા બાદ તેને જામીન અપાયા હતા. ૨૦૧૭માં રાજકુમાર રાવની ફિલ્મ ‘બહેન હોગી તેરી’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મનાં પોસ્ટરમાં રાજકુમાર રાવને ભગવાન શિવના સ્વરુપમાં બાઈક ચલાવતો દેખાડાયો હતો. એક સ્થાનિક નેતાએ પોતાની ધાર્મિક લાગણી દૂભાઈ હોવાનો કેસ કર્યો હતો.

રાજકુમાર રાવ ઉપરાંત એકટ્રેસ શ્રુતિ હસન, દિગ્દર્શક નીતિન કક્કડ, નિર્માતા અમુલ મોહલેને પણ આરોપી તરીકે દર્શાવાયા હતા. રાજકુમાર રાવને સમન્સ મોકલાયા હતા. જોકે, તે હાજર ન થતાં તેની સામે ધરપકડ વોરન્ટ નીકળ્યું હતું. હવે રાજકુુમાર રાવ આગોતરા જામીન મેળવી કોર્ટમાં શરણે આવ્યો હતો. તે પછી તેને શરતી જામીન અપાયા છે.
For more details… Contact 9322529232 / 9324483455
