પોતાની સામેના વીડી સાવરકર બદનક્ષી કેસને સમન્સ ટ્રાયલમાં બદલવાની રાહુલ ગાંધીની અરજીને પુણેની એક કોર્ટે સોમવારે મંજૂર કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે પુણેની કોર્ટમાં વીડી સાવરકરની બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે.
વીર સાવરકરના ભાઈના પૌત્ર સાત્યકી સાવરકરે રાહુલ ગાંધી સામે વીડી સાવરકરની બદનક્ષી કરી હોવાનો પુણેની એક કોર્ટમાં ફરિયાદ કરી હતી. ગાંધીના આક્ષેપો કાલ્પનિક અને દ્વૈષપૂર્ણ હતકા તેવું ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું.આ કેસની ટ્રાયલને સમરી ટ્રાયલમાંથી બદલીને સમન્સ ટ્રાયલમાં ફેરવવા ગાંધીના એડવોકેટ કોર્ટમાં અરજી કરી હતી. એમપી-એમએલએ કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ કલાસ) અમોલ શિંદેએ ગાંધીની અરજીને મંજૂર કરી હતી.
સમરી ટ્રાયલ (અદાલતી કાર્યવાહી)માં પુરાવાઓ વિગતવાર રજૂ કરવાનું અને ક્રોસ એકઝામિનેશન (ઉલટ તપાસ) સામાન્ય રીતે સિમિત હોય છે. સમન્સ ટ્રાયલમાં વધુ ઉંડાણમાં અને વિગતવાર ઐતિહાસિક બાબતોને ધ્યાનમાં લઈ શકાય છે.

પ્રથમદર્શી રીતે આ કેસ સમન્સ કેસની કેટેગરીમાં આવે છે તેવું જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટે કહ્યું હતું.
એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટના જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે આ કેસમાં આરોપી હકીકતો અને કાયદા સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને દાવો કરી રહ્યો છે. આરોપીએ કેટલાંક મુદ્દાઓ ઉઠાવ્યા છે જેનો નિર્ણય અંતિહાસિક હકીકતોને આધારે લેવામાં આવશે. આ કેસને સમરી ટ્રાયલ તરીકે આગળ વધારવું ઈચ્છનીય નથી તેવો મારો અભિપ્રાય છે સમરી ટ્રાયલમાં પુરાવાઓ અને ઉલટતપાસ ઝીણવટભરી કરાતી નથી.
જ્યારે (સમન્સ) કેસમાં આરોપીએ વિગતવાર પુરાવાઓ આપવા પડે છે અને ફરિયાદીના સાક્ષીઓની ઊંડાણમાં ઊલટતપાસ કરવી પડે છે. આ મામલો ‘સમન્સ કેસ’ તરીકે આગળ વધારવામાં આવે તો ન્યાયના હિતમાં કરી શ કાશે જો આ કેસને સમન્સ કેસ તરીકે ચલાવવામાં આવે તો કોઈ પણ પક્ષકારની સામે પક્ષપાત નહીં થશે. તેવું જજે કહ્યું હતું.

ફરિયાદી સાત્યકી સાવરકરના એડવોકેટે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ મામલાને લંબાવવા આરોપીએઓ આવી વિનંતી કરી છે. આરોપીએ કોઈ પણ આધાર વગર બદનક્ષીપૂર્ણ નિવેદન કર્યું હતું તેવું દર્શાવતા પર્યાપ્ત પુરાવાઓ રેકોર્ડ પર રજૂ કરાયા છે તેવું ફરિયાદીના એડવોકેટે કહ્યું હતું. કેસની આગામી સુનાવણી પચ્ચીસમી એપ્રિલે રાખવામાં આવી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
