મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વધતી વાહનોની સંખ્યા સાથે જ વાયુપ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે. પરિણામે શ્વાસના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી રાજ્યમાં પ્રદૂષણકારક વાહનોને બ્રેક લગાડવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. વાહનોનું પીયુસી (પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ) પ્રમાણપત્ર નહીં હોય તો પેટ્રોલપંપ પર ડીઝલ કે પેટ્રોલ મળશે નહીં એવું ધોરણ ટૂંક સમયમાં લાગુ થશે. સંપૂર્ણ દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. દિલ્હીમાં તો પ્રદૂષણના સ્તરે મહત્તમ મર્યાદા ઓળંગી હતી. તેથી પીયુસી વિના પેટ્રોલપંપ પર ડીઝલ કે પેટ્રોલનું વેચાણ કરી શકાશે નહીં એવો નિર્ણય દિલ્હી સરકારે આ પહેલાં જ લીધો છે.

હવે મહારાષ્ટ્રમાં પણ આ નિર્ણય લાગુ કરવાની હિલચાલ શરૂ થઈ છે. આરટીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં મંત્રાલયમાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં આવો જ નિર્ણય ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે એમ પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું. રાજ્યમાં વાહનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. મુંબઈના ચાર આરટીઓ કાર્યાલયમાં 48 લાખ વાહનોની નોંધ છે. દર વર્ષે વાહનોની સંખ્યામાં 6 થી 8 ટકાનો વધારો થતો રહેશે એમ પરિવહન વિભાગનો અંદાજ છે. રાજ્યમાં અનેક ઠેકાણે બોગસ પીયુસી પ્રમાણપત્ર જારી થતા હોવાની ફરિયાદ છે. તેથી ક્યૂઆર કોડવાળા પીયુસી પ્રમાણપત્ર આપવાની યોજના છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
