
જે મહિલાની ફરિયાદ પરથી તમે તપાસ કરી રહ્યા છો તે મહિલાને તમે સોશિયલ મિડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ કઈ રીતે મોકલી શકો અને તે પણ મધરાત્રે? ફરિયાદી મહિલાને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાનો સંબંધ જ શું છે? એવી ઝાટકણી મુંબઈ હાઈ કોર્ટે સમતાનગર પોલીસ સ્ટેશનના એક પીએસઆઈની કાઢી હતી.
આ સાથે તે પોલીસ અધિકારીની વર્તણૂકની તપાસ કરીને પ્રસ્તાવિત કાર્યવાહી સંબંધમાં 14 જાન્યુઆરીના રોજ ભૂમિકા સ્પષ્ટ કરવાના નિર્દેશ સંબંધિત પોલીસ ડીસીપીને આપ્યા છે. માનસિક બીમારીથી ગ્રસ્ત પતિથી અલગ રહેતી મહિલાએ એડ. શુભદા સાળવી થકી ફોજદારી રિટ અરજી કરી છે. તે વિશે હાલમાં જ થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે આ ગંભીર ઘટનાની દખલ લીધી હતી.

તપાસ કરતા પોલીસ પીએસઆઈએ ફરિયાદી મહિલાને રાત્રે મોડેથી અનેક વાર ફોન કોલ્સ કર્યા અને જવાબ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવી. જોકે તે સમયે ફિયાદી ગઈ નહોતી. આ પછી તે અધિકારીએ તેને મધરાત્રે એફબી પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, એવું ધ્યાનમાં લાવતાં એડ. વિજય કંથારિયાએ આ વિષેની પ્રિંટ આઉટ પણ જજને બતાવી હતી.
તે જોઈને કોર્ટમાં ઉપસ્થિત સંબંધિત પોલીસ પીએસઆઈને ખંડપીઠે જવાબ પૂછતાં ભૂલમાં થયું હોવાનું તેણે જણાવ્યું. તે પછી ખંડપીઠે પોલીસ અધિકારીની વર્તણૂક વિશે નારાજી વ્યક્ત કરી હતી. પોલીસ અધિકારીને સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવા અથવા સક્રિય રહેવા માટે પરવાનગી છે કે કેમ એવું ખંડપીઠે સરકારી વકીલને પૂછતાં તેમણે નકારમાં ઉત્તર આપ્યો હતો. આ અધિકારી નવા હોઈ તેની પહેલી પોસ્ટિંગ છે એમ પણ સરકારી વકીલે જણાવ્યું હતું. આ વિશે ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
