મુંબઈ મહાપાલિકાના ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ દાદરના શિવાજી પાર્કમાં ચૂંટણી જાહેર સભાને સંબોધશે, એમ ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પદ્મભૂષણ વિભૂષિત જૈનાચાર્ય પૂ.આ.શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. લિખિત 500મા પુસ્તકનો વિમોચન મુંબઈ ખાતેના સમારોહમાં 11 જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, પરંતુ હવે વડા પ્રધાન આ સમારંભમાં હાજર નહીં રહે. આ કાર્યક્રમની ઊર્જા સમિતિના એક આગેવાને જણાવ્યુ઼ કે, મુલુંડમાં યોજાનારા જૈનાચાર્ય પૂ.આ.શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. લિખિત 500મા પુસ્તકનો વિમોચન સંમારભમાં ચૂ઼ંટણીના આચારસંહિતાને નજરમાં રાખી વડા પ્રધાનનો કાર્યક્રમ કેન્સલ થયો છે.

આ કાર્યક્રમમાં વડા પ્રધાનની હાજરીના મામલે વિરોધ પક્ષોએ ટીકાઓ શરૂ કરી દીધી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે એમ કહીને ટીકા કરી હતી કે, મહાપાલિકાની ચૂંટણી માટે મોદી 11 જાન્યુઆરીએ મુંબઈ આવી રહ્યા છે. એક ખાસ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, અને મોદીએ મુંબઈમાં જૈન સમુદાયના એક કાર્યક્રમનું આમંત્રણ સ્વીકાર્યું છે. તેઓ એ માટે આવી રહ્યા છે. તેઓ એ સમુદાયના લોકોને પ્રભાવિત કરવા આવી રહ્યા છે. ચૂંટણી પંચ તેની નોંધ લેવી જોઇએ.
મુંબઈ સહિત 29 શહેરોની મહાપાલિકાઓની આગામી 15 જાન્યુઆરીએ યોજાનાર ચૂંટણી તમામ પક્ષો માટે મહત્વપૂર્ણ છે. ઠાકરે બંધુઓ માટે, આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ છે, જ્યારે દેશ, રાજ્ય જીતનાર ભાજપ માટે, મુંબઈ મહાપાલિકા એક અધૂરું સ્વપ્ન છે. તેથી એ વાત ચોક્કસ છે કે, ભાજપ આ ચૂંટણી જીતવા માટે પોતાની બધી તાકાત લગાવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
