મુંબઈ મેટ્રોપોલિટન રિજિયનમાં કોમ્પ્રેેસડ નેચરલ ગેસ (સીએનજી)ની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ રૃપિયા ૧.૫૦નો વધારો કરવામાં આવ્યો છે. પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી)માં રૃ.૧નો વધારો જાહેર કર્યો છે. ભાવવધારો બુધવાર ૮મી એપ્રિલથી અમલમાં આવ્યો છે. ગત નવેમ્બરથી અત્યાર સુધીમાં ત્રીજી વખત ભાવ વધારો થતાં વાહનનો ઈંધણ ખર્ચ તથા ઘરેલુ પાઈપલાઈન ગેસ ધરાવનારા લોકો માટે રાંધવાનો ખર્ચ પણ વધી ગયો છે.
ઓટો, ટેક્સી, બસ સીએનજી પર દોડે છે. મુંબઈમાં લગભગ ત્રણલાખ ઓટોરીક્ષા અને એમએમઆરમાં ૨૪ લાખથી વધુ ઘરોમાં રસોડામાં પીએનજીનો ઉપયોગ કરવામાં આવે છે. એમએમઆરમાં લગભગ પાંચ લાખ કાર સીએનજી પર ચાલે છેૈ.
ભાવવધારા પછી એમએમઆરમાં સીએનજીનો ભાવ રૃ.૭૯.૫૦ પ્રતિ કિલોગ્રામ અને પીએનજીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૃ.૪૯ થયો છે. આ અગાઉ નવેમ્બર ૨૦૨૪માં અને ડિસેમ્બર ૨૦૨૪માં સીએનજીનો ભાવ વધારો કરાયો હતો.

હજુ ગત પહેલી ફેબુ્રઆરી ૨૦૨૫થી એમએંમઆરમાં ઓટોરીક્ષા અને ટેક્સીના ભાડામાં રૃ.૩નો વધારો કરાયો હતો. મહાનગર ગેસ લિમિટેડ ડિસેમ્બર ૨૦૨૪માં સીએનજીની કિંમતમાં રૃ.૧નો અને તે અગાઉ નવેમ્બર ૨૦૨૪માં સીએન જીની કિંમતમાં રૃ.૨ પ્રતિ કિલોગ્રામનો ભાવ વધારો કરાયો હતો. એમજીએલના એક અધિકારીએ કહ્યું હતું કે ડોમેસ્ટિક ગેસના ભાવ વધવાથી અને ફોરેન એક્સચેન્જ મોંઘું થવાથી ભાવ વધારો કરવું ફરજિયાત બન્યું છે.
દરમિયાન, ભારત સરકારે ૮મી એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલ બન્ને પર એક્સાઆઈઝ ડયુટીમાં પ્રતિ લિટર રૃ.૨નો વધારો કર્યો છે. જો કે લોકોને મળતા પેટ્રોલ, ડીઝલ પર ભાવવધારો કરાયો નથી.
ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યા પછી હવે પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ)ની કિંમતમાં વધારો કરવામાં આવતા દરેક ગૃહિણીના કિચન બજેટ પર બોજો વધ્યો છે અને આ સાથે જ હોટેલો, રેસ્ટોરા અને ઉપહારગૃહો ખર્ચમાં પણ વધારો થશે. આ બાબતમાં મુંબઇના હોટેલ માલિકોના સંગઠન ‘આહાર’ના હોદ્દેદાર રત્નાકર શેટ્ટીએ જણાવ્યું હતું કે ગેસની કિંમતમાં વધારો કરવામાં આવ્યા છતાં અમે હોટેલોમાં પીરસાતી વાનગીઓનો કિંમત વધારી નથી શકતા. કારણ કે અમે કિંમત વધારીએ તો ગ્રાહક ગુમાવવા પડે. ગ્રાહકો હોટેલોમાં જઇ ઉંચું બિલ ચૂકવવાને બદલે ફૂટપાથ ઉપર કે ખાઉગલ્લીઓમાં જઇ સસ્તામાં ખાઇને પેટની ભૂખ શમાવશે. એટલે અમે તો સરકારને ફરીથી અપીલ કરવાના છીએ કે રાંધણ ગેસની કિંમત ઘટાડવામાં આવે. આને લીધે વ્યાજબી ભાવે લોકો સારી હોટેલોમાં એકદમ આરોગ્યપ્રદ ખાણું ખાશે તો બીમાર નહીં પડે. બહારનું સસ્તુ ખાશે તો લોકોએ માંદા પડશે અને હોસ્પિટલનું મોટું બિલ ચૂકવવું પડશે.

રિક્ષાનું ભાડું નહી વધે બાઇક-ટેક્સીનો વિરોધ
સી.એન.જી. (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ની કિંમતમાં કિલોએ દોઢ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આને પગલે રિક્ષાના ભાડામાં અત્યારે કોઇ વધારો કરવાનો વિચાર નથી એમ મુંબઇના રિક્ષા સંગઠનના નેતા શશાંક રાવે જણાવ્યું હતું. કારણ કે થોડા સમય પહેલાં જ રિક્ષાનું મિનિમમ ભાડું ત્રણ રૃપિયા વધારી દેવામાં આવ્યું હતું. આમ રિક્ષાનું મિનિમમ ભાંડુ ૨૩થી વધી ૨૬ થઇ ગયું હતું. આવી જ રીતે ટેક્સીનું મિનિમમ ભાડું ૨૮ થી વધારીને ૩૧ રૃપિયા કરવામાં આવ્યું હતું.
મુંબઇના રિક્ષાવાળાઓએ નજીકના ભવિષ્યમાં બાઇક-ટેક્સી સાથે ગળાકાપ સ્પર્ધા કરવાની નોબત આવવાની છે. એક વાર બાઇક-ટેક્સી શરૃ થઇ જતા એકલા મુસાફરી કરવાવાળા બાઇક પર જવાનું જ પસંદ કરશે. એટલે અત્યારે તો ઓટોરિક્ષાવાળાના સંગઠને ભાડાવધારો માગવાને બદલે બાઇક-ટેક્સી સાથે વિરોધ નોંધાવ્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
