ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી શરૂ થઈ ચૂકી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખતાં રવિવારે મુંબઈના સેના ભવન ખાતે શાખા પ્રમુખોની એક બેઠક યોજાઈ હતી. આ સમયે શિવસેના છોડી ગયેલા લોકોને જગ્યા બતાવવાનો સમય આવી ગયો છે, એવી સૂચના ઉદ્ધવ ઠાકરેએ આપી હતી. બધા કાર્યકરોને આળસ ખંખેરીને કામો લાગી જવા પણ સૂચના આપી હતી.
મહાપાલિકા ઠાકરેની શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. છેલ્લાં 25થી વધુ વર્ષથી ઠાકરેની શિવસેનાએ મહાપાલિકા પર પ્રભુત્વ જમાવી રાખ્યું છે. જોકે, ગત વિધાનસભા ચૂંટણીમાં ઠાકરેની શિવસેનાને મળેલા નબળા સમર્થન અને શિવસેનામાં ભાગલાને જોતાં અને આ વર્ષની મહાપાલિકાની ચૂંટણી ઉદ્ધવ ઠાકરે માટે પ્રતિષ્ઠાનો જંગ સમાન છે. મહાપાલિકાની ચૂંટણી મહાવિકાસ આઘાડી દ્વારા એકત્ર લડવામાં આવશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. આ બેઠક પરથી એવું જોવા મળ્યું કે ઠાકરે જૂથે મહાપાલિકાની ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી છે.

બેઠકમાં માર્ગદર્શન કરતી વખતે ઠાકરેએ એક મોટી જાહેરાત કરી હતી. આગામી દિવસોમાં શાખા પ્રમુખોએ ઉત્સાહથી કામ શરૂ કરવું જોઈએ. આ માટે, દરરોજ 300 ઘરગથ્થુ મતદારોને મળવાનું લક્ષ્ય રાખવું જોઈએ. દિવસનું કાર્ય તે મુજબ આયોજન કરવું જોઈએ. આ સાથે, પાર્ટી દ્વારા કરવામાં આવેલ કાર્ય આ મતદારો સુધી પહોંચવા જોઈએ. ઠાકરેએ એમ પણ સૂચના આપી છે કે હવેથી ચૂંટણી સમયગાળા દરમિયાન તમામ કાર્ય પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. પક્ષ છોડી ગયેલા લોકોને રસ્તો બતાવવાનો સમય આવી ગયો છેઆગામી ચૂંટણીઓ માટે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ.

