
વડાલાથી એપોલો બંદર અંડરગ્રાઉન્ડ મેટ્રો-11 માટે ભૂગર્ભના સમુદ્રનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. સમુદ્રનું પાણી ચોક્કસ કેટલી ઊંડાઈએ છે એ તપાસવા ઠેકઠેકાણે ડ્રીલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મેટ્રો-11 થાણેની ગાયમુખથી વડાલા મેટ્રો-4 અને મેટ્રો-4એ રૂટનું એક્સટેન્સન છે. થાણેની સીએસએમટી સાથે જોડવા આ રૂટનું નિયોજન કરવામાં આવ્યું હતું. જો કે એ પછી આ રૂટ સીએસએમટીથી આગળ હોર્નિમન સર્કલ નીચેથી એપોલો બંદર સુધી લઈ જવાનું નિયોજન કરવામાં આવ્યું છે. એ દષ્ટિએ સમુદ્રની નીચેના પાણીનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
સીએસએમટીથી એપોલો બંદર ભાગનો જીયો ટેકનિકલ તપાસના આધારે ભૂગર્ભનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ ભાગમાં જમીનની નીચે સમુદ્રનું પાણી હોય એવી શક્યતા છે. આ પાણી ચોક્કસ કેટલી ઊંડાઈએ છે એનો અભ્યાસ થઈ રહ્યો છે. એના માટે દર 500 અંતરે દોઢથી ત્રણ મીટર ઊંડાઈએ ખાડા ખોદવામાં આવી રહ્યા છે. તેમ જ દરેક સ્ટેશન ભાગમાં ત્રણ અતિરિક્ત ખાડા 10 થી 20 મીટર ઊંડાઈએ ખોદવામાં આવી રહ્યા છે. આ મેટ્રો માટે અંડરગ્રાઉન્ડ રૂટ તૈયાર કરતા બોગદું ક્યાંથી ખોદવાનું શરૂ કરવું, સંબંધિત ભાગની ભૌગોલિક સ્થિતિ, માટીના નમૂના, માટીની ક્ષમતા, ભૂગર્ભની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

આ રૂટ શરૂઆતમાં એમએમઆરડીએ વિકસિત કરવાનો હતો. જો કે અત્યારે આરે જેવીએલઆરથી વરલી દરમિયાન શરૂ થયેલી મેટ્રો-3 અંડરગ્રાઉન્ડ રૂટ તૈયાર કરવાનો મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને અનુભવ છે. તેથી હવે આ રૂટનું બાંધકામ પણ એમએમઆરસીએલ જ કરશે. સંબંધિત ભૂગર્ભ અભ્યાસ પણ એમએમઆરસીએલ અંતર્ગત જ થઈ રહ્યો છે.
મેટ્રો-4 પ્રથમ તબક્કો આ વર્ષના અંતે : દરમિયાન કાસારવડવલીથી વડાલા મેટ્રો-4 અને કાસારવડવલીથી ગાયમુખ મેટ્રો-4એ રૂટનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. એમાં મેટ્રો4એ કાસારવડવલીથી ગાયમુખ અને મેટ્રો-4નો પ્રથમ તબક્કો કાસારવડવલીથી કેડબરી જંકશન આ વર્ષે ડિસેમ્બર મહિનામાં શરૂ કરવાનું નિયોજન કરવામાં આવ્યું છે. કેડબરી જંકશનથી ગાંધીનગરનો દ્વિતિય તબક્કો ડિસેમ્બર 2026 અને ગાંધીનગરથી વડાલા સુધીનો ત્રીજો તબક્કો 2027માં શરૂ થશે એવી શક્યતા છે.
થાણેવાસીઓને પશ્ચિમ પરામાં જવા ઉપયોગી : થાણેના નાગરિકો માટે મેટ્રો-4 અને મેટ્રો-4એ રૂટ તૈયાર થયા પછી પૂર્વ ઉપનગરોમાં પ્રવાસ કરવો સહેલો થશે. દરમિયાન મેટ્રો-9 રૂટ પશ્ચિમ પરામાં જવા ઉપયોગી થશે. દહિસરથી કાશીગાવના પ્રથમ તબક્કા માટે ટ્રાયલ રન શરૂ થઈ ગયું છે. જેની સાથે થાણે જિલ્લાને તેની પ્રથમ મેટ્રો મળી છે. ફેઝ-1માં દહિસર પૂર્વથી કાશીગાવ સુધી 4.4 કિમી પટ્ટાનો સમાવેશ થાય છે, જેના હેઠળ ચાર સ્ટેશન આવશે. થાણેના નાગરિકો ઘોડબંદર રોડ પર આગળ કાશીગાવથી મેટ્રો પકડે તો આગળ દહિસરથી ગુંદવલી (અંધેરી પૂર્વ) મેટ્રો-7 અને ડી. એન. નગર (અંધેરી પશ્ચિમ) મેટ્રો-2એનો ઉપયોગ કરીને પશ્ચિમ પરામાં પહોંચવું સહેલું થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
