કચ્છી લોહાણા
સ્વ. બચુભાઈ મોરારજી દેવજી કોઠારી ગામ કચ્છ વમોટી મોટીનાં સુપુત્ર સ્વ. તુલસીદાસભાઈ ઉર્ફે લઘુભાઈ (ઉ.વ. ૮૪) તે સરસ્વતીબેનના પતિ. ટબાબેન શામજી સેજપાલ કચ્છ નલિયાવાળાનાં મોટા જમાઈ. આશાબેન હંસરાજ ખાંટ, હર્ષાબેન અરવિંદ જોબનપુત્રા, ભચીને હરીશભાઈ, પંકજભાઈ, કમલેશભાઈનાં પિતાશ્રી. તે ભાવનાબેન, પ્રિતીબેન, ઉષ્માબેનના સસરાજી. તે ધારા, જય, દેવના દાદાજી. સ્વ. ભચીબેન વાઘજી અનમ, ગં. સ્વ. મધુબેન રવિલાલ દૈયાનાં ભાઈ તા. ૭-૪-૨૬ને મંગળવારના રોજ શ્રીરામશરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૯-૪-૨૬ ને ગુરુવારના સાંજે પથી ૭. ઠે.: શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, પહેલે માળે, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બૈરાંઓએ તેજ દિવસે આવી જવું.
કચ્છી લોહાણા
સ્વ. શાંતાબેન ચેતનરામ પુજારાના સુપુત્ર વિનોદચંદ્ર ઠક્કર (પુજારા) હાલ મુલુંડ, સ્વ. રૂક્ષ્મણી ખીમજી કક્કડના જમાઈ. ભારતી ઠક્કરના પતિ તા. ૩-૪-૨૬ શુક્રવારના રોજ દેવલોક પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દેહદાન કરવામાં આવેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રાયણના જશુબેન જયંત શાહ (ઉં.વ. ૬૭) : તા. ૬-૪-૨૬ના અવસાન પામેલ છે.: વિજયાબેન લક્ષ્મીચંદ ભગતના પુત્રવધુ. જયંતના પત્ની. ચિરાગ, રૂષભના માતુશ્રી, રાયણના ભગવતીબેન લક્ષ્મીચંદ ગડાની સુપુત્રી. વિજય, દિપક, કેતન, ઉપાબેન કિશોર જગશીના બેન. પ્રા. લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર, સમથ : ૪ થી ૫.૫૦.
ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
પાલિતાણા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. લીલાવતીબેન હિંમતલાલ જાદવજી કપાસીના સુપુત્ર હરેન્દ્રભાઈ (હરીશભાઈ) (ઉ.વ. ૭૭) તે કુંદનબેનના પતિ. પ્રશાંત અને વિક્રાંત (વિકી)ના પિતાશ્રી. સ્વ. જયશ્રીબેન અરુણભાઈ બગડીયા, ગીતાબેન હરેશભાઈ ગોયાણી અને હિતેનભાઈના મોટાભાઈ. સ્વ. વનરાવદાસ મણિલાલ શાહ (મિયાગામ, કરજણ)ના જમાઈ મંગળવાર, તા. ૭-૪-૨૬ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાથનાસભા શુક્રવાર, તા. ૧૦-૪-૨૬ ના ૧૦થી ૧૨. સ્થળ: હિંગવાળા સ્થાનકવાસી જૈન ઉપાશ્રય હોલ, ઘાટકોપર (પૂર્વ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
