હાલાઈ લોહાણા મુળ ગામ કરાચી (કુર્લાવાળા) હાલે ઘાટકોપર સ્વ. જમનાબેન હેમરાજ રાચ્છનાં પુત્ર યોગેશભાઈ (ઉં.વ. ૭૩) તે સુશીલાબેનનાં પતિ તા. ૨૭/૦૩/૨૬ના રોજ પ્રભુચરણ પામેલ છે. તે સ્વ. કનકભાઈ, અરવિંદભાઈ, ભરતભાઈ, સતીષભાઈ, મુકુંદભાઈ તથા સ્વ. ઉર્મિલાબેન (રાયપુરવાળા)ના ભાઈ. તે જીગ્રેશ, ભાવેશ તથા મનીપાબેનનાં પિતાજી. તે ફાલ્ગુની, નીલમ તથા સ્વ. ભાવેશ કુમાર પંચમતીયા (ચુનાવાળા)નાં સસરા. લાલજી કાલીદાસ તત્રાના જમાઈ. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભાઃ તારીખઃ ૩૦/૩/૨૬ના સોમવારે, સ્થળઃ અગ્રસેન ભવન, સ્વામિનારાયણ મંદિર, ૩ જે માળે – ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (ઈ) માં રાખેલ છે. સમયઃ સાંજના ૪ થી ૬.
રાણપુર નિવાસી હાલ ઘાટકોપર અરુણાબેન (ઉં.વ.૭૯) સ્વ. નવીનચંદ્ર નંદલાલ શાહના ધર્મપત્ની. હિતેશ, નીરવ, બીના, તથા મનીપાના મમ્મી. વૈશાલી, નિકિતા, નિલેશકુમાર તથા રાજેશ કુમારના સાસુ. જે મહેન્દ્રભાઈ બટુકભાઈ, ધીરજ ભાઈ, સુરેશભાઈ સ્વ જ્યોત્સનાબેન, સ્વ હંસાબેનના ભાભી. ખુશી, મનસ્વી, જિનાલીના દાદી. પિયર પક્ષે ધ્રાંગધ્રા નિવાસી અમૃતલાલ મગનલાલ સંઘવીના દીકરી તારીખ ૨૮/૩/૨૬ના અરિહંત શરણ થયેલ છે.પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે (ચક્ષુદાન કરેલ છે).
માંગરોળ દશા શ્રીમાળી જૈન માંગરોળ નિવાસી હાલ ઘાટકોપર નરેશભાઈ જયંતીલાલ શાહ (ઉં. વ. ૭૧), શનિવાર, તા. ૨૮-૦૩-૨૬ના અરિહંત શરણ પામેલ છે. તે કુસુમબેન જયંતીલાલ શાહના પુત્ર. સ્મિતાબેનના પતિ. રાજ અને કુંજલના પિતા. કમલભાઈ અને સ્વ માલીનીબેન દિપકભાઈ વોરાના ભાઈ. ભાવિકભાઈ અને પૂજાના સસરા. ભડીભંડારીયા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. પ્રતાપરાય વિરચંદ બોટાદરાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
