કચ્છી લોહાણા સ્વ. ઠા. વિઠ્ઠલદાસ પ્રાગજી સુંદરજી ચોથાણી કચ્છ ગામ ભદ્રેશ્વરવાળાના ધર્મપત્ની ભાગીરથીબેન (ઉં. વ. ૯૧) તે સ્વ. પ્રેમાબેન તથા સ્વ. ઠા. લાલજી કુંવરજી પંડિતપૌત્રા કચ્છ દેશલપર (વાંઢાય મંજલ)ના જયેષ્ઠ પુત્રી. તે અ. સૌ. કલ્પનાબેન ભૂપેન્દ્રભાઇ ઠક્કર, શૈલેષ, સમીર તથા સુધીરના માતુશ્રી. તે અ. સૌ. તરૂણા, અ. સૌ. નીલા, સ્વ. શીતલ અને ભૂપેન્દ્રભાઇના સાસુજી. સ્વ. સુશીલાબેન રાધવજી કોટક, સ્વ. ચીમનભાઈ, હીરાલાલ, રાજેશ તથા પ્રફુલ્લના મોટા બહેન મંગળવાર તા. ૨૮-૧૦-૨૫ના રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૩૦-૧૦-૨૫ના ૫.૩૦થી ૭. ઠે. ગોપુરમ હોલ, (ભાગેરથી હોલ), ડો. રાજેન્દ્રપ્રસાદ રોડ, મુલુંડ (પશ્ચિમ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બહેનોએ તે જ દિવસે આવી જવું.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન પાલીતાણા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. વિનોદરાય ચુનીલાલ વોરાના ધર્મપત્ની શ્રીમતી વિમલાબેન વિનોદરાય વોરા (ઉં.વ. ૮૪) તા. ૨૮/૧૦/૨૫ મંગળવારના સ્વર્ગવાસ પામેલ છે. તે તૃપ્તિ હિતેશકુમાર શાહ તથા નેહા ધર્મેશકુમાર (ભાવેશકુમાર) કરવતના માતુશ્રી. ઇન્દિરાબેન વાડિલાલ દોશી, નરેન્દ્રભાઈ (નિરુભાઈ), નિલેશભાઈના ભાભી. કોકીલાબેન તથા જયશ્રીબેનના જેાણી. પીયરપક્ષે શ્રીમતી લિલાવતીબેન સાકરચંદ રાઘવજી શાહ (જેસર)ના દિકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ૧૧૦૫, રોઝેલા, બિલ્ડિંગ નં. ૧૪૮, પટેલ ઝીરોક્ષ પાછળ, વલ્લભબાગ લેન એક્સસ્ટેંશન, સાઈબાબા મંદિર નજીક, ઘાટકોપર પૂર્વ.
કચ્છી લોહાણા – માતુશ્રી શયન તારાબેન જેઠમલભાઇ તન્ના (ઉં. વ. ૯૦) કચ્છ ગામ ઉગેડી હાલ નવી મુંબઇ સોમવાર, તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૫ના શ્રીજીચરણે સિધાવ્યા છે. તે યોગેશભાઇ અને ઉષાબહેન જગદીશભાઈ સચદે, સ્વ. આશાબેનના માતુશ્રી. તે દિપ્તીબેન તન્ના (સોમૈયા) અને જગદીશભાઇ લીલાધર સચદેના સાસુમા. ચિ. પાર્થના દાદીમા. સૌ. જસમિન કપિલભાઇ ગણાત્રા, સૌ. દિપાલી કપિલભાઈ સોતા અને સૌરભ જગદીશ સચદેના નાનીમા. કસ્તુરબેન કાંતિલાલ તન્નાના ભાભી. સ્વ. મોતીબાઇ મુલજીભાઇ ચરાડાના સુપુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩૦-૧૦-૨૫ ગુરુવારના સાંજે ૫ થી ૭. ઠે. કાલિદાસ મેરેજ હોલ, પુરુષોતમ ખેરાજ રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા – કચ્છ ગામ અકરી હાલ શિવાજી પાર્ક મુંબઇ, સ્વ. નિર્મળાબેન દિલીપભાઇ ક્કકડ (ઠક્કર)ના સુપુત્રી અ. સૌ. મીનાબહેન (ઉ. વ. ૬૮) તે જયેશભાઇના પત્ની. સ્વ. શકુંતલાબેન તથા સ્વ. વિનોદરાય શ્યામલાલ ભગવતી (શાહ)ના પુત્રવધૂ તા. ૨૦-૧૦-૨૫ના તળેગાંવ (દાભાડે) પૂના ખાતે રામશરણ પામેલ છે. તે નાગપુરના ગં. સ્વ.પલ્લવીબહેન કિશોરભાઈ કોઠારી (કારીયા), જયોતીન્દ્ર તથા સ્વ. ચેતનના બહેન. સ્મીતાબહેન તથા સ્વ. પરેશના ભાભી. રસેશ તથા કુમારી વૈદેહીના માતા. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
વડાલાના અશ્વિસ્ત્ર જાદવજી લાલન (ઉં.વ. ૬૩) તા. ૨૭-૧૦-૨૫ના અરિહંત શરણ પામેલ છે. મણીબેન જાદવજીના સુપુત્ર. ભાવનાના પતિ. પાર્થના પિતા, નિર્મલા, રેવંતી, અશોક, રાજેશ, વર્ષાના ભાઈ. હેમલતાબેન પોપટલાલ નાનજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાવના લાલન, ૨૦૬, વિઠલ પ્રસાદ બિલ્ડીંગ, આઈ લોન્ડ્રીની બાજુમાં, ઓલ્ડ આયરે રોડ, ડોમ્બીવલી (ઈ.).
સાભરાઇના ઝવેરચંદ જીવરાજ ગડા (ઉં.વ. ૮૪) તા. ૨૭-૧૦-૨૫ના અવસાન પામેલ છે. માતુશ્રી મુલબાઇ જીવરાજના પુત્ર. શાંતાબેનના પતિ. પ્રવિણ, હરેશ, હેમંત, મોહિનીના પિતા. દામજી, લક્ષ્મીચંદ, રાધવજી, ધનબાઈ, ખેતબાઈ, ચંચલબાઈ, મણીબાઈના ભાઈ. ડુમરા માતુશ્રી લક્ષ્મીબેન નાગજીના જમાઈ. ત્વચા દાન કરેલ છે. પ્રા. ધ પેલેસ બેંકવેટ્સ, વિકાસ સેંટર, એન.એસ. રોડ, મુલુંડ (વે), ટા. ૩ થી ૪.૩૦. શ્રધ્ધાંજલી સભા ૪.૩૦ થી ૫.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
