કચ્છી લોહાણા
સ્વ. જાદવજી માલજી સેજપાલના ધર્મપત્ની સ્વ. પાર્વતીબેન સેજપાલ (ઉં. વ. ૮૬) કચ્છ ગામ વાયોર હાલ મુલુંડ તા. ૧-૧-૨૬ ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે ધીરજલાલ સેજપાલ (ભવાનજી), હિતેશ સેજપાલ, ગોદાવરીબેન અશ્વિન પવાણી, લક્ષ્મી જગદીશ ચોથાણી, કસ્તુરીબેન શાંતિલાલ ઠક્કર, ઇન્દિરાબેન ધીરજ ઠક્કર, ભાવનાબેન ચેતન ગઢવી, રેખાબેન યોગેશ માખીસોતાના માતોશ્રી. સ્વ. ચત્રભુજ માવજી, સ્વ. જેઠમલ માવજીના પુત્રવધૂ. સ્વ. મણીબેન મથુરાદાસ, સ્વ. નાનબાઇ કાનજી ભીંડ, ચંપાબેન ગોવિંદ જી પવાના ભાભી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨-૧-૨૬ના સાંજે ૫થી ૭. ઠે. શ્રી કચ્છી લોહાણા વાડી, પવાણી હોલ, ૧લે માળે, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા સ્વ. જગદીશભાઈ (ઉ.વ. ૫૭) તે છાયાના પતિ. દિવ્યેશના પિતા. સ્વ. અ.સૌ. મણીબેન કેશવજી માધવજી ઘેરાઈ (કચ્છ- ગામ દેવીસર)ના નાના પુત્ર. ગં.સ્વ. મુક્તાબેન હીરાલાલ ઠક્કર (સેજપાલ) ગામ- કચ્છ ભુજના જમાઈ. જયંતીભાઈ, સુરેશભાઈ, કીર્તિભાઇ, જયાબેન ધનજી જોબનપુત્રા, અનસૂયા દિલીપભાઈ જોબનપુત્રા, ભગવતી મહેન્દ્રભાઈ ચંદે, ચંદ્રિકા શંકરલાલ ચંદનના ભાઈ. મેહુલભાઈ હીરાલાલ ઠક્કર, મનીપા વિશ્વજિત રાણા, રીય કીર્તિભાઇ ઠક્કરના બનેવી. તા. ૩૧/૧૨/૨૫ને બુધવાર શ્રીજીશરણ પામ્પા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨/૧/૨૬ના ૫ થી ૬.૩૦. શ્રી કચ્છી લોહાણા મહાજવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર ી. રોડ, મુલુન્ડ-વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે. બૈરાંઓએ તે જ દિવસે આવી જવું.
કચ્છી વિશા ઓશવાળ જૈન રાયણના અ.સૌ. નિરંજના વિનોદ વીરા (ઉં.વ. ૭૦) તા. ૩૧-૧૨-૨૫ના અવસાન પામેલ છે. માતૃશ્રી ખેતબાઈ વેલજી કુરપાર માલશીના પુત્રવધૂ વિનોદના ધર્મપત્ની. ભાવીની, બંકીમ, પરીનના માતુશ્રી. કસ્તુર જેઠાલાલના સુપુત્રી. મો. આસંબિયાના ભાવના નરેશ, મો. ખાખરના અનિલા જયેશ, નાંગલપુરના ભારતી દિનેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. કે. વિનોદભાઇ વીરા, ૨૦૧, સારા રેસીડેન્સી, જેઠાભાઇ લેન, ઘાટકોપર (ઇસ્ટ).
હાલાઇ લોહાણા હાલ બોરીવલી, ગં.સ્વ. જયશ્રીબેન જયંતિલાલ કક્કડ (ઉં.વ. ૩૯) તે સ્વ. જયંતિલાલ વલ્લભદાસ કક્કડના ધર્મપત્ની. પિયરપક્ષે સ્વ. લક્ષ્મીદાસ પુરુષોત્તમદાસ પોપટ (કલકત્તા નિવાસી)ના સુપુત્રી. તા. ૨૮-૧૨-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. સર્વે લૌકિક પ્રથા બંધ રાખી છે.
નવસારીવાળા હાલ અંધેરી, અ.સૌ. શૈલાબેન (ઉં.વ. ૭૬) તે હરેન્દ્ર કાંતિલાલ પારેખના ધર્મપત્ની, સ્વ. કૈલાશબેન તથા કાંતિલાલ પારેખના પુત્રવધૂ. તુષાર તથા ચિરાગના માતુશ્રી. કિરણ તથા બ્રિન્દાના સાસુ. પિયરપક્ષે શાંતિલાલ લાલુભાઈ ગાંધીના દીકરી. ૩૧/૧૨/૨૫ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
